બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Surat's textile industry is booming as Diwali approaches

તેજી / દિવાળી નજીક આવતા જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ, 8થી 10 હજાર કરોડનો ફાયદો થવાના અણસાર

Malay

Last Updated: 12:40 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી તેજી, દરરોજ 240થી 250 ટ્રકોમાં સુરતથી અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે પાર્સલો

  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી અચાનક તેજી
  • દિવાળી નજીક આવતા તેજીનો માહોલ
  • છેલ્લા 18 મહિનાથી ઉદ્યોગ હતો મંદીના માહોલમાં

Surat News: છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ 50થી 60 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને 240થી 250 પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

તહેવારો નજીક આવતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી
દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત 180 જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત 235 જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.

યુવરાજ દેસલે (પ્રમુખ, સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન)

ટ્રકોની વર્તાવા લાગી અછતઃ યુવરાજ દેસલ
તેઓએ જણાવ્યું કે, દિવાળીની સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રી, દુર્ગા પૂજા, લગ્નસરા અને બિહારમાં મુખ્ય છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે. જેના કારણે સુરતથી દરરોજ 300 જેટલી ટ્રકો અન્ય રાજ્યોમાં જશે. આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી સહિતના તહેવારોને પગલે માર્કેટ અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન બહાર પણ પાર્સલોના ખડકલા થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનનો દ્વારા પણ હાલ બુકિંગ લેવામાં આવી રહ્યું છે. પાર્સલોના ખડકલાના કારણે ટ્રકોની પણ હાલ અછત વર્તાવા લાગી છે. પરંતુ તેમ છતાં બુકિંગ બંધ કરવામાં આવ્યું નથી. જોકે, તહેવારોને લઈ ટ્રાન્સપોર્ટ સંચાલકોને વધુ ડિસ્પેચિંગ મળવાનો આશાવાદ છે અને ટ્રકોની સંખ્યા પ્રતિદિવસ 300ને પાર કરી જાય તેવી શક્યતા છે.

અચાનક વધી તેજી
સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ કહ્યું કે, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 150થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને આ વખતે પણ દિવાળી ફળે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી કાપડની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં પણ પાર્સલોના ખડકલા જોવા મળી રહ્યા છે. જે પાર્સલોનું ડિસ્પેચિંગ ઝડપથી થાય તેવા પ્રયત્ન ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીની માર સહન કરતો આવ્યો છે, પરંતુ દિવાળી સહિતના તહેવારો નજીક આવતા સારા વેપારની આશા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે.

    
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ