બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Supreme Court Same sex marriage hearing SG Tushar Mehta sibling argument

Same Sex Marriage / 'કોઈ ભાઈ બહેન તરફ આકર્ષિત થાય તો શું'? સેમ સેક્સ મેરિજના મામલે સુપ્રીમમાં અસાધારણ દલીલો

Vaidehi

Last Updated: 06:37 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Same Sex Marriage: સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને લઈને ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે દલીલ કરી કે દુનિયાભરમાં અનાચાર અસામાન્ય નથી અને તેના પર રોક છે.

  • સુપ્રીમ કોર્ટનાં સેમ સેક્સ મેરેજને લઈને સુનાવણી
  • કેન્દ્રે બહેન સાથેનાં સંબંધનો કર્યો ઉલ્લેખ
  • વ્યભિચારને પરવાનગી ન આપી શકાય- CJI

સુપ્રીમ કોર્ટમાં સેમ સેક્સ મેરેજને લઈને ગુરુવારે સરકાર અને અરજદારોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણી દરમિયામ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સેક્યુએલ ઓરિએન્ટેશનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ વિષયને લઈને પણ 2 મત છે. 

બહેન સાથેનાં સંબંધનો ઉલ્લેખ કરાયો
કોર્ટની સામે પોતાની દલલી રાખતાં SG તુષાર મહેતાએ એક સ્થિતિની કલ્પના કરતાં કહ્યું કે માની લો કે કોઈ વ્યક્તિ પોતાની બહેન તરફ આકર્ષિત થાય છે અને સ્વાયત્તતાનો દાવો કરતાં કહે છે કે અમે ખાનગી ધોરણે આ પ્રવૃતિઓમાં શામેલ થવાનો દાવો કરી શકીએ છીએ. અને પછી તમે એવું કહીને પડકારી ન શકો કે તેના પર કઈ રીતે પ્રતિબંધિત લઈ આવી શકાય ?

અનાચારને પરવાનગી ન આપી શકાય- CJI
આ વાત પર સુપ્રીમ કોર્ટનાં CJI ચંદ્રચૂડે કહ્યું કે આ ઘણી દૂરની વાત છે. લગ્નનાં તમામ પાસાઓમાં સેક્સ્યુઅલ ઓરિયેન્ટેશન અને સ્વાયત્તતાનો પ્રયોગ ન કરી શકાય. એવો તર્ક ન આપી શકાય કે સેક્સુઅલ ઓરિયેન્ટેશન એટલું મજબૂત છે કે અનાચારની પરવાનગી આપી શકાય.

સમલૈંગિક ભાગીદારોનાં સામાજિક અધિકારો પર SC એ પૂછ્યાં પ્રશ્નો
દલીલ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા પ્રદાન કરવાનો અધિકાર સંસદનો છે. કોર્ટે આ વિષય પર વિચાર કરવાનું કહ્યું કે વૈવાહિક દરજ્જો આપ્યાં વિના સમલૈંગિક ભાગીદારોને સામાજિક અધિકારોનો એક્સેસ કેવી રીતે આપી શકાશે. SCએ કહ્યું કે બેન્કિંગ, વીમા, પ્રવેશ વગેરે જેવી સામાજિક જરૂરિયાતો રહેશે જેના પર કેન્દ્રે કંઈક કરવું પડશે. આ વાત પર SGએ કહ્યું કે સરકાર કાયદાકીય માન્યતા આપ્યાં વિના આવા કેટલાક મુદાઓ કે જેનો તેઓ સામનો કરી રહ્યાં હશે તેનું નિવારણ લાવવા પર વિચાર કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ