બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Supreme Court Press Freedom Comment National Security Supreme Court Media One Channel Supreme Court Comment on Media

કેન્દ્ર સરકારને ફટકાર / મીડિયા સ્વતંત્ર હોવી જરૂરી, સરકારની નીતિઓની ટીકા કરવી એ રાષ્ટ્ર વિરોધ નથી: સુપ્રીમ કોર્ટ

Pravin Joshi

Last Updated: 01:56 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે કોર્ટમાં સીલબંધ એન્વલપ્સમાં રિપોર્ટ સબમિટ કરવો એ ન્યાય અને તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

  • સુપ્રીમ કોર્ટે મીડિયાને લઈને ગંભીર ટિપ્પણી કરી 
  • મીડિયા માટે સ્વતંત્ર રહેવું જરૂરી :SC
  • સરકારની નીતિઓની ટીકા રાષ્ટ્ર વિરોધી નહીં :SC

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મલયાલમ ન્યૂઝ ચેનલ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન ગંભીર ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મીડિયા માટે સ્વતંત્ર રહેવું જરૂરી છે અને સરકારની નીતિઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં. આ સાથે જ મીડિયાને સલાહ આપતા કોર્ટે કહ્યું કે સત્ય રજૂ કરવાની જવાબદારી પ્રેસની છે. લોકશાહી મજબૂત રહે તે માટે મીડિયાનું સ્વતંત્ર રહેવું જરૂરી છે. તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ માત્ર સરકારનો પક્ષ લે. 

મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી 

કેન્દ્ર સરકારે મંત્રાલય દ્વારા સુરક્ષા મંજૂરીના અભાવને કારણે મલયાલમ ન્યૂઝ ચેનલના પ્રસારણ લાયસન્સનું નવીકરણ કરવાનો ઇનકાર કર્યો હતો જેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે સીલબંધ પરબીડિયામાં રિપોર્ટ દાખલ કરવો ન્યાય અને તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને હવામાં ટાંકી શકાય નહીં. તેની પાછળ નક્કર કારણો હોવા જોઈએ. 

તપાસના અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો નહીં

કોર્ટે કહ્યું કે સરકાર મીડિયાના તપાસ અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો કરી શકે નહીં, જ્યારે આ પ્રકારના અહેવાલ લોકો અને સંસ્થાઓના અધિકારો સાથે સંબંધિત છે. લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચેનલની અરજી પર વચગાળાનો ચુકાદો આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચાર સપ્તાહની અંદર લાઇસન્સ રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ