બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court aggressively asked center on appointment of 80 pending highcourt judges through collegium system

દેશ / 'કહેવાનું તો ઘણું બધું છે પરંતુ...', જજોની નિયુક્તિને લઇને કેન્દ્રથી સુપ્રીમ કોર્ટ નારાજ

Vaidehi

Last Updated: 04:30 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જજોની નિમણૂકને લઈને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની વચ્ચે આજે ગંભીર ચર્ચા થઈ. જસ્ટિસ કૌલે કહ્યું કે 10 મહિનાથી હાઈકોર્ટનાં 80 નામ પેન્ડિંગ છે.

  • સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર આમને-સામને
  • જજોની બદલી અને નિમણૂક મુદે થઈ દલીલ
  • SCએ કેન્દ્રને આપ્યો એક અઠવાડિયાનો સમય 

હાઈકોર્ટનાં જજોની નિમણૂકને લઈને દેશની સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર આજે આમને સામને થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો કે હાઈકોર્ટની અરજીઓને કોલેજિયમ પાસે શા માટે નથી મોકલવામાં આવી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની પીઠે કહ્યું કે તેઓ આ મામલા પર નજર રાખી રહ્યાં છે. જસ્ટિસ કૌલે તો કહ્યું કે, 'અમારી પાસે બોલવા માટે તો ઘણું છે પણ હું પોતાને રોકી રહ્યો છું. '

હાઈકોર્ટનાં 80 નામ 10 મહિનાથી પેન્ડિંગ છે.
જસ્ટિસ કૌલે કેન્દ્રને સંબોધિત કરતાં કહ્યું કે, હાઈકોર્ટનાં 80 નામ 10 મહિનાથી પેન્ડિંગ છે. અમને તમારા વિચાર જાણવા પડશે જેથી કોલેજિયમ કોઈ નિર્ણય લઈ શકે. કૌલની પીઠે કહ્યું કે હાઈકોર્ટમાં 26 જજોની બદલી અને ચીફ જસ્ટિસની નિમણૂક પેન્ડિંગ છે. મારી પાસે એ પણ વાતની જાણકારી છે કે ઉચ્ચ ન્યાયાલયની તરફથી જે નામોની ભલામણ કરવામાં આવી છે તે પેન્ડિંગ તો છે પણ તે કોલેજિયમની પાસે નથી પહોચ્યાં.

'મારી પાસે બોલવા માટે ઘણું છે પણ હું પોતાને રોકી રહ્યો છું'
ભારતનાં એટોર્ની જનરલ આર વેંકટરમણીએ જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. પીઠે તેમને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી હવે 9 ઑક્ટોબરનાં કરવામાં આવશે.  આજે આ દલીલમાં જસ્ટિસ કૌલે કડક અવાજમાં કહ્યું કે, મારી પાસે બોલવા માટે ઘણું છે પણ હું પોતાને રોકી રહ્યો છું. હું ચુપ છું કારણકે એટોર્ની જનરલે જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે પણ હું આવતી તારીખે ચુપ નહીં રહું.

શું છે મામલો?
જજોની નિમણૂક સુપ્રીમ કોર્ટ અને કાર્યપાલિકાની વચ્ચે વિવાદનો એક મોટો મુદો છે. કેન્દ્રીય મંત્રીઓએ તર્ક આપ્યો છે કે સરકારે જજોની નિમણૂકની ભૂમિકા નિભાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2015માં ન્યાયિક નિયુક્તિ આયોગ અધિનિયમ રદ કરી દીધું હતું. આ અધિનિયમ જજોની નિમણૂકમાં કાર્યપાલિકાને ઘણી મદદ કરી હતી. કોર્ટ અનુસાર નિમણૂક માટે હવે કોલેજિયમ પ્રણાલીનો કાયદો છે જેનું પાલન થવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ