બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / sunil gavaskar and 5 players scored double centuries in fourth innings test cricket kyle mayers west indies
Arohi
Last Updated: 03:15 PM, 14 December 2023
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ કામ છે ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી. આજ કારણ છે કે ચોથી ઈનિંગમાં સેન્ચુરી મારનાર બેટ્સમેન વધારે નથી. અને જો વાત ડબલ સેન્ચુરીની કરવામાં આવે તો ફક્ત 6 બેટર જ એવા છે જે આ કમાલ કરી શક્યા છે. કહી શકાય કે ચોથી ઈનિંગમાં ડબલ સેન્ચુરી લગાવવી કોઈ પણ બેટર માટે સૌથી મુશ્કેલ ટેસ્ટ હોય છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટપ્રેમી આ વાત પર ગર્વ કરી શકે છે કે આ છ નામોમાં એક ભારતનું પણ છે. ભારતીય ટીમની શાન રહી ચુકેલા સુનીલ ગાવસ્કરે 1979માં ઈંગ્લેન્ડના વિરૂદ્ધ આ ધરતી પર ચોથી ઈનિંગમાં ડબલ સેન્ચુરી મારી હતી. ગાવસ્કર તે સમયે આ ઉપલબ્ધિ હાસિલ કરનાર દુનિયાના ત્રીજા ક્રિકેટર હતા. ગાવસ્કર બાદ ત્રણ જ ક્રિકેટ એવા થયા જેમણે ચોથી ઈનિંગમાં ડબલ સેન્ચુરી મારી હોય.
2021માં જોવા બની આ ઘટના
ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં ડબલ સેન્ચુરી લગાવવાનો સૌથી લેસ્ટેટ કિસ્સો 2021માં જોવા મળ્યો હતો. ત્યારે વેસ્ટઈન્ડિંઝના કાઈલ મેયર્સે બાંગ્લાદેશના સામે ચટગાંવ ટેસ્ટમાં 210 રનની અણનમ ઈનિંગ રમી હતી. કાઈલ મેયર્સની આ શાનદાર ઈનિંગ વખતે વેસ્ટઈંડીઝે 395 રનોનું લક્ષ્ય 3 વિકેટ બાકી રાખીને મેળવ્યું હતું.
વર્ષ 2002માં નાથન એસ્ટલની 222 રનની ઈનિંગને ભુલવી સંભવ ન હતી તેમણે ઈંગ્લેન્ડના સામે જે ચોથી ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડના આ મેચમાં ન્યૂઝીલેન્ડને જીત માટે 550 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો જવાબમાં ન્યૂઝીલેન્ડ માટે નાથન એસ્ટલે ઐતિહાસિક ઈનિંગ રમી. તેમણે ચોથી ઈનિંગમાં 168 બોલ પર 222 રન બનાવ્યા અને આઉટ થનાર છેલ્લા બેટર રહ્યા. તેમની આ ઈનિંગના કારણે ન્યૂઝીલેન્ડે 93.3 ઓવરમાં જ 451 રન બનાવ્યા હતા.
214 રનની અણનમ ઈનિંગ
વેસ્ટઈંડીઝના જોર્જ હેડલી ચોથી ઈનિંગમાં ડબલ સેન્ચુરી લગાવનાર દુનિયાના પહેલા બેટર હતા. તેમણે 1930માં ઈંગ્લેન્ડના સામે 223 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના જોન એડ્રિક અને વેસ્ટઈન્ડીઝના ગોર્ડન ગ્રીનિઝ પણ આ ઉપલબ્ધિ મેળવી ચુક્યા છે. જોન એડ્રિકે 1939માં દક્ષિણ આફ્રીકાના સામે ડરબન ટેસ્ટની ચોથી ઈનિંગમાં 219 રન બનાવ્યા હતા. ગાર્ડન ગ્રીનિઝે 1984માં ઈંગ્લેન્ડના સામે લોર્ડ્સ ટેસ્ટમાં 214 રનની અણનમ ઈનિંગ રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.