બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Sudden change in the weather of these districts including Ahmedabad Mehsana

હે કુદરત. / અમદાવાદ, મહેસાણા સહિત આ જિલ્લાઓના હવામાનમાં અચાનક પલટો, પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા, જાણો આગાહી

Kishor

Last Updated: 06:13 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં અમદાવાદ, વડોદારા, અમરેલી, મહેસાણા સહિતના શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમા અનેક વિસ્તારોમાં માવઠાએ મોકાણ સર્જી હતી.

  • અમદાવાદમાં વાતાવરણમાં પલટો
  • કાળઝાળ ગરમી વચ્ચે બદલાયું વાતાવરણ
  • બોડકદેવ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુરમાં વરસાદ ચાલુ

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી બે દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાય છે જેને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ એકાએક બદલાયું હતું. પુરજોશમાં પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં બોડકદેવ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર,યુનિવર્સિટી વિસ્તાર, નારણપુરા, નવરંગપુરા અને નારોલ, નિકોલ, બાપુનગર, વિશાલા ચાર રસ્તા સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ત્રાટક્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં થઈ શકે છે વરસાદ
બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.


સરસિયામાં કરા સાથે વરસાદ 

 તો અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધારી ગીરના સુખપુર,ક્રાંગસા,ગોવિંદપુર સહિત ગીરના ગામડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તથા સરસિયામાં કરા સાથે વરસાદ પડતા શેરીના માર્ગો પાણીમાં તરબતર થયા હતા. બીજી બાજુ વડોદરામાં વહેલી સવારે વાતાવરણ પલટો આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.


હવામાન વિભાગે કરી છે આ આગાહી!

 રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતનાં ખેડુતોને ફરી એક વાર પાક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ 2 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ