બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Strong winds started to blow before the entry of Cyclone Biporjoy

કુદરતી સંકટ / ક્યાંક બોટ ઊંધી વળી, તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા, નદીઓમાં પણ આવ્યું ઘોડાપૂર, વાવાઝોડાએ વિનાશ વેરવાનું કર્યું શરૂ

Malay

Last Updated: 04:27 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Update: વાવાઝોડાની એન્ટ્રી પહેલા ભારે પવને કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન થયું છે.

 

  • દરિયો ગાંડોતુર બનતા બોટોને પણ ઘણું નુકસાન 
  • દ્વારકામાં હાથી ગેઇટ પાસે હોર્ડિંગ્સ ઉડ્યા
  • LCBના જવાનોએ હોર્ડિંગ્સને હટાવ્યા
  • રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયા

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે જ દરિયાકાંઠે રહેતા લોકોના ઘર અને ઝુંપડા ખાલી કરાવ્યા છે અને તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. 

દરિયો ગાંડોતુર બનતા બોટોને નુકસાન
દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરમાં વધારો થયો છે. હર્ષદના દરિયાકિનારાના આસપાસના વિસ્તારમાં અસર જોવા મળી છે. હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. જેને લઈ દરિયાકિનારે પાણીનું સ્તર વધ્યું છે.  દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે. દ્વારકામાં ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. તો બોટોને પણ ઘણું નુકસાન થયું છે. ઓખા જેટીએ બોટ ઉંધી વળતા હોવાના દ્રશ્યો આવ્યા સામે છે. જેટી નજીક લાંગરેલી બોટને ઉંધી વાળી દીધી છે. વાવજોડાની ઓખા દરિયાના વિસ્તારોમાં અસરો શરૂ થઈ ગઈ છે. દરિયો તોફાની બનતા અનેક બોટોને નુકસાન થયું છે. 

કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલ તૂટી
દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી કિનારા પર પહોંચતા કોસ્ટલ ગાર્ડની ઓફિસની દીવાલ તૂટી છે. ઓખા દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થયો છે.  જેટી તરફના રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયા છે. દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. 

દ્વારકામાં કહેર વર્તાવાનું શરૂ કર્યું
વાવાજોડાએ દ્વારકામાં કહેર વર્તાવાનું શરૂ કર્યું છે. દ્વારકામા હાથી ગેઇટ પાસે રસ્તાઓ પર હોર્ડિંગ્સ ઉડતા LCBના જવાનોએ હોર્ડિંગ્સને હટાવ્યા છે. વાવાજોડા કહેર વચ્ચે ખાખી પણ પોતાની ફરજ અડીખમ નિભાવતી નજરે પડી રહી છે. દ્વારકા LCBના પોલીસ કર્મચારીઓએ હાઇવે પર પડેલ હોર્ડિંગ્સને ઉપાડી સાઈડમાં મૂકી રસ્તો ખુલ્લો કર્યો.

વૃક્ષો અને વિજપોલ  ધરાશાયી 
કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માંડવી અને નલીયામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી રસ્તા પરના વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. તો ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ