બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Strict action in Surat University mass copycase case, students fined Rs 500 with zero marks

કાર્યવાહી / પરીક્ષામાં કોપી કરવી 28 વિદ્યાર્થીનીઓને પડ્યું ભારે: સુરત યુનિ.એ '0' માર્ક્સ સાથે ફટકાર્યો આટલાંનો દંડ

Priyakant

Last Updated: 11:50 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: યુનિવર્સિટી દ્વારા માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિનીને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ, કોલેજના સુપ્રિટેન્ડેન્ટને 3 વર્ષ સુધી પરીક્ષાની કામગીરીથી દૂર રહેવા આદેશ

  • સુરત યુનિવર્સિટીની  માસ કોપીકેસ મામલે કડક કાર્યવાહી
  • વિદ્યાર્થિનીઓને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ
  • કામરેજની વિશ્વાભારતી કોલેજમાં અંગ્રેજીની પરીક્ષામાં થઈ હતી ચોરી 
  • કોલેજના સુપ્રિટેન્ડેન્ટને 3 વર્ષ સુધી પરીક્ષાની કામગીરીથી દૂર રહેવા આદેશ 

સુરત યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરત યુનિવર્સિટીની પરીક્ષામાં માસ કોપી કેસ મામલે કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક વિગતો મુજબ યુનિવર્સિટી દ્વારા માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે કાર્યવાહી કરાઇ છે. જેમાં ફેક્ટ કમિટીની સુનાવણી બાદ ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ ફટકારાયો છે. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળની કામરેજની વિશ્વાભારતી કોલેજમાં 6 એપ્રિલના રોજ યોજાયેલ અંગ્રેજી વિષયની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી સ્પેશિયલ સ્ક્વોડે કોલેજમાં ચેકિંગ કરતા કોપી કેસ પકડાયા બાદ આ તરફ તપાસને અંતે હવે માસ કોપી કેસમાં ઝડપાયેલ તમામ 28 વિદ્યાર્થિનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ ફેક્ટ કમિટી દ્વારા સુનાવણી બાદ  28 વિદ્યાર્થિનીઓને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

માઇક્રો ઝેરોક્ષ અને કાપલી મળી હતી 
6 એપ્રિલના રોજ યોજાયેલ અંગ્રેજી વિષયની પરીક્ષામાં 28 વિદ્યાર્થિનીઓ પાસેથી માઇક્રો ઝેરોક્ષ અને કાપલી મળી આવી હતી. જે બાદમાં યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરી કાર્યવાહી કરાઇ છે. જેમાં 28 વિદ્યાર્થિનીઓને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ તો યુનિવર્સિટીના કુલપતિએ સુપ્રિટેન્ડેન્ટ સામે પણ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે, સીસીટીવી સહિતના પુરાવા યુનિવર્સિટીને મોકલવામાં આવ્યા હતા. 

કોલેજના સુપ્રિટેન્ડેન્ટ સામે પણ કાર્યવાહી 
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંગ્રેજીની પરીક્ષામાં માસ કોપી કેસ મામલે 28 વિદ્યાર્થિનીઓની સાથે કોલેજના સુપ્રિટેન્ડેન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી હતી. વિગતો મુજબ સુપ્રિટેન્ડેન્ટને પણ પરીક્ષાની કામગીરીથી દૂર રહેવાનો આદેશ થયો છે. જેમાં ત્રણ વર્ષ સુધી સુપ્રિટેન્ડેન્ટને પરીક્ષાની કામગીરીથી દૂર રહેવા કુલપતિ દ્વારા આદેશ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ