બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / story stampede at mata vaishno devi bhawan on ocassion of new year 2022

દુઃખદ / નવા વર્ષની પહેલી સવારે માઠા સમાચાર, માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડથી 12નાં મોત, 26 ઘાયલ

Dharmishtha

Last Updated: 07:36 AM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત તો 26 ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.

  • માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત
  • સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા
  • 26 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયા

સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા

નવા વર્ષના પ્રસંગ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત થયાના સમાચાર આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાની પોલીસે જણાવ્યું છે કે હાલ રાહત તથા બચાવ કાર્ય જારી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા વર્ષના  પ્રસંગ પર ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે પહોંચ્યા હતા .  આ દરમિયાન ભાગદોડ મચી હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પાછા ફરી રહ્યા હતા.

માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત

બ્લોક  મેડિકલ ઓફિસર ડો. ગોપાલ દત્તે જણાવ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભોગદોડના કારણે 12 લોકોના મોત થયા છે. અત્યાર સુધી પાક્કો આંકડો સામે આવ્યો નથી. મરનારાને પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 26 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. ઘટનાનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. નવા વર્ષની પહેલી સવારે મોટી સંખ્યામાં ભારે ભીડ ઉમટી હોવાનું કારણે આ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.

 હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે

ઘાયલ લોકોમાંથી અનેકની સ્થિતિ બહું ગંભીર છે. હાલમાં 26 ઘાયલોને માતા વૈષ્ણો દેવી નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. રિયાસી પોલીસ કન્ટ્રોલ રુમે જણાવ્યું કે બચાવ તથા રાહત કાર્ય જારી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સ્થળ પર વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના પ્રતિનિધિ અને અનેક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી પહોંચ્યા છે. ભાગદોડનું કારણ જાણી શકાયું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ