બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / stock market crash investors lost over two lakh crore

માર્કેટ પડ્યું / સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ: 2 મિનિટમાં રોકાણકારોના 2.14 લાખ કરોડ સ્વાહા, જુઓ કયા શેરો તૂટયા

Arohi

Last Updated: 10:59 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ 750 પોઈન્ટ તૂટવાની સાથે 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું હતું. સવારે 9.45 મિનિટ પર સેન્સેક્સ 595.21 પોઈન્ટ પડવાની સાથે 66,976.69 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે.

  • શેરબજારમાં જોરદાર કડાકો 
  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ
  • 2 મિનિટમાં જ 2.14 લાખ કરોડ સ્વાહા

આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિયની અંદર જ 750 પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ 100થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો. આ કડાકાના કારણે શેરબજારના રોકાણકારોને ફક્ત 2 જ મિનિટમાં 2.14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં કડાકાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.

ત્યાં જ બીજી તરફ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ 67000 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ 70 અને નિફ્ટી 21 હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર 20 હજાર પોઈન્ટના બેરિયરનો છે. 

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
શેર બજારના બન્ને પ્રમુખ સૂચકાંકોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સુચકાંક સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ 750 પોઈન્ટ ઘટાડા સાથે 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો હતો. સવારે 9.45 મિનિટ પર સેન્સેક્સ 595.21 પોઈન્ટ ઘટાડા સાથે 66,976.69 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો છે. 

ત્યાં જ બીજી તરફ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ અનુસાર નિફ્ટી 152 પોઈન્ટના ઘટાડાની સાથે 19,826.40 પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી 19,887.40 પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ 20 પોઈન્ટ પર આવી શકે છે. 

આઈટી કંપનીમાં મોટો કડાકો
શેરબજારમાં કડાકાનું સૌથી મોટુ કારણ આઈટી કંપનીઓમાં લોસ માનવામાં આવી રહ્યો છએ. ઈન્ફોસિસના શેરમાં લગભગ 8 ટકા ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં ટોપ લુઝર બનેલું છે. એચસીએલના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

વિપ્રોના શેરોમાં લગભગ બે ટકાનો ઘટોડો જોવા મળી ચુક્યો છે. ટીસીએસના શેર 1.65 ટકાના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ હિંદુસ્તાન યુનીલીવરના શેરોમાં પણ નફાવસુલી જોવા મળી રહી છે અને 1.62 ટકાનો ઘટાડો છે. 

રોકાણ કારોના 2.14 લાખ કરોડ 2 મિનિટમાં સ્વાહા 
શેરબજારમાં ઘટાડાના કારણે શેર બજાર રોકાણકારોના બે મિનિટમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ડૂબી ગયા છે. રોકાણકારોના ફાયદા અને નુકસાન બીએસઈના માર્કેટ કેપ સાથે જોડાયેલું છે. એક દિવસ પહેલા જ્યારે બીએસઈ બંધ થયું હતું તો માર્કેટ કેપ 3,04,04,787.17 કરોડ રૂપિયા પર હતી. 

હવે આજે 9.17 મિનિટ પર બીએસઈ 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો હતો તો માર્કેટ કેપ 3,01,90,520.52 કરોડ રૂપિયા પર આવી ગયું. તેનો મતલબ છે કે બજાર ખુલ્યાના બે મિનિટની અંદર રોકાણકારોને 2,14,266.65 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું. 10 વાગ્યા સુધી બીએસઈનું માર્કેટ કેપ 3,03,39,951.78 કરોડ પર પહોંચી ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ