બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Still not linked Aadhar-PAN? So know the 10 major damages caused by it

તમારા કામનું / હજુ Aadhar-PAN લિંક નથી કર્યું? તો જાણી લો તેનાથી થતા 10 મોટા નુકસાન

Megha

Last Updated: 03:43 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર સાથે લિંક નથી કરાવ્યું એમનું PAN કાર્ડ 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ ગયું છે. આવા લોકોને ડિપોઝીટ, ટ્રાન્ઝેક્શન, લોન અને ક્રેડિટ સંબંધિત કામ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  • આધાર સાથે લિંક નથી કરાવ્યું એમનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે
  • નિષ્ક્રિય PAN કાર્ડને કારણે કયા કામ કરી શકાશે નહીં 
  • નિષ્ક્રિય PAN નો ઉપયોગ કરીને રિફંડનો દાવો કરી શકશે નહીં

જો તમે 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમારું પાન કાર્ડ નકામું થઈ જશે. વાત જાણે એમ છે કે, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા સરકાર દ્વારા અનેક વાર ટાઈમલાઇન આપવામાં આવી હતી. જોકે હવે જો એકવાર પાન કાર્ડ નકામું થઈ જશે તો તમે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો નહીં.  PAN ને આધાર (Pan-Aadhaar Link) સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. 

જેમણે હજુ સુધી તેમના PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તેનો અર્થ એ છે કે તેમનું PAN કાર્ડ 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ ગયું છે. આવા લોકોને ડિપોઝીટ, ટ્રાન્ઝેક્શન, લોન અને ક્રેડિટ સંબંધિત કામ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો એવા 10 કામ વિશે તમને જણાવીએ કે જે લોકોએ PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓ કયા કામ કરી શકશે નહીં .. 

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર.. 

1. CBDT મુજબ કરદાતા આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે પરંતુ નિષ્ક્રિય PAN નો ઉપયોગ કરીને રિફંડનો દાવો કરી શકશે નહીં.

2. PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું અને PAN નિષ્ક્રિય થઈ ગયું તે લોકો ડીમેટ ખાતું ખોલી શકશે નહીં. આ સાથે તમે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે 50,000 રૂપિયાથી વધુ ચૂકવણી કરી શકશો નહીં.

3. PAN નિષ્ક્રિય થઈ જશે તો વાહનોની ખરીદી અને વેચાણ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. 

4. PAN નિષ્ક્રિય થઈ જાય તો શેર સિવાયની કોઈપણ સિક્યોરિટીની ખરીદી અને વેચાણ માટે એક સમયે એક લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરી શકાતી નથી. 

5. આવી કંપનીઓ જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી. તેમના શેર ખરીદવા અને વેચવા માટે ટ્રાન્ઝેક્શન દીઠ એક લાખ રૂપિયાથી વધુ ચૂકવણી કરી શકાતી નથી. 

6. બેંકો અથવા સહકારી બેંકો જે PAN ને આધાર સાથે લિંક કરતી નથી તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત ખાતા સિવાય કોઈપણ ખાતું ખોલી શકશે નહીં. આ સિવાય બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં 50,000 રૂપિયાથી વધુની રકમ જમા કરાવી શકાતી નથી.

7. PAN નિષ્ક્રિય થઈ જાય તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકાતી નથી. 

8. વીમા પૉલિસીનું પ્રીમિયમ નાણાકીય વર્ષમાં રૂ. 50,000 થી વધુ ચૂકવી શકાતું નથી.

9. રૂ. 10 લાખથી વધુની સ્થાવર મિલકત અથવા રૂ. 10 લાખથી વધુની સ્ટેમ્પવાળી મિલકતની ખરીદી કે વેચાણ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.

10.  કોઈપણ સામાન અથવા સેવાઓની ખરીદી અને વેચાણ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન બે લાખ રૂપિયાથી વધુ ચૂકવો છો, તો વધુ ટેક્સ વસૂલવામાં આવશે.

જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક કર્યું નથી તો તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પછી તમારું PAN કાર્ડ 30 દિવસની અંદર એક્ટિવેટ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ