બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / State's first private market yard starts today in Ahmedabad

BIG NEWS / ગુજરાતનાં ખેડૂતો માટે ગુડ ન્યુઝ: આજથી ભારતનું સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ ઓપન, 365 દિવસ મળશે વિશેષ સુવિધા

Malay

Last Updated: 11:00 AM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રાજ્યના પ્રથમ ખાનગી માર્કેટ યાર્ડનો આજથી પ્રારંભ થયો છે. દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલે આ માર્કેટ યાર્ડ ખુલ્લું મુક્યું છે. કર્ણાવર્તી માર્કેટ યાર્ડ અધતન સુવિધાઓથી સજ્જ છે.

 

  • અમદાવાદના ખેડૂતો માટે રાહતના સમાચાર 
  • કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો પ્રારંભ
  • માર્કેટ યાર્ડ CCTVથી સજ્જ, ATMની પણ વ્યવસ્થા

અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો આજથી પ્રારંભ થયો છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલે ખાનગી માર્કેટ યાર્ડ બનાવ્યું છે.

ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ
આ અંગે માહિતી આપતા દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું કે, ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ચેરમેન બિપિનભાઈ પટેલે જણાવ્યું કે, ખાનગી એપીએમસીમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રચર છે. જ્યારે જૂની એપીએમસીમાં રસ્તા નાના હોય,  શહેરની અંદર હોય તેથી ટ્રેક્ટરો, ગાડીઓ આવવા જવાની તકલીફ પડતી હોય, સ્થાનિકોને પણ તકલીફ પડતી હોય છે. ત્યારે આ એપીએમસી રિંગ રોડ પર બનાવવામાં આવી છે. ઉપરાંત બરોડા એક્સપ્રેસ અહીંથી 4 કિમી દૂર છે. 

બેંક, એટીએમની પણ સુવિધા
તેમણે જણાવ્યું કે, અહીં બેંક, એટીએમની પણ સુવિધાઓ છે. સાથે ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. ખેડૂતોને તેમના પાકના સારા પૈસા મળે એ માટેની પણ અહીં ધ્યાન રાખવામાં આવશે. 

માર્કેટ યાર્ડ CCTVથી સજ્જ 
કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ એ 10 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલું ભારતનું સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ છે.  કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડ આખું CCTV કેમેરાથી સજ્જ છે. જેમાં આરસીસી રોડ, વે બ્રિજ, પાર્કિંગની વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે સસ્તામાં રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

APMCના ધારાધોરણ પ્રમાણે ચાલશે આ યાર્ડ
અમદાવાદનું આજથી શરૂ થયેલું આ ખાનગી માર્કેટ યાર્ડ સરકારી APMCના ધારાધોરણ પ્રમાણે ચાલશે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટો છે. આ માર્કેટયાર્ડ ધમધમતું થયા બાદ ફ્રૂટ અને ડુંગળી બટાટા માટે નવું યાર્ડ તૈયાર કરાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ