બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Sant Karsanbapu of Bhadraka Ashram regarding VIP darshan of Dakor

વિરોધ / 'તત્કાલિક નિર્ણય પાછો ખેંચો, જોયા જેવી થાય એ પહેલાં જ...', ડાકોરના VIP દર્શનને લઇ ભાદરકા આશ્રમના સંત કરસનબાપુ ક્રોધિત

Malay

Last Updated: 04:09 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News: ડાકોરમાં VIP દર્શન મામલે સંત કરસનબાપુએ કહ્યું કે, કૃષ્ણ માટે તમામ ભક્તો એક સરખા હોય છે. કોઈ VIP કે કોઈ સાધારણ હોતા નથી.

  • ડાકોર રણછોડજી મંદિર VIP દર્શન મામલો
  • ભાદરકા આશ્રમના સંત કરસનબાપુનું નિવેદન 
  • હું VIP દર્શનના આ નિર્ણયનો વિરોધ કરું છું: બાપુ

Kheda News: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ લાગું કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ અને હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે VIP દર્શનનો નિર્ણય હજુ સુધી મંદિરના ટ્રસ્ટીઓએ યથાવત રાખ્યો છે. બહારથી આવતા ભક્તોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વખોડ્યો છે. તેમજ વહેલી તકે VIP દર્શન બંધ કરવા ભક્તોજનોએ માંગ પણ કરી છે. આ વચ્ચે ડાકોરમાં VIP દર્શનના નિર્ણયનો ભાદરકા આશ્રમના સંત કરસનબાપુએ પણ વિરોધ કર્યો છે. 

Topic | VTV Gujarati

કૃષ્ણ માટે તમામ ભક્તો એક સરખા હોય છેઃ સંત કરસનબાપુ
ભાદરકા આશ્રમના સંત કરસનબાપુએ કહ્યું કે, 'હું આ નિર્ણયનો સખત વિરોધ કરું છું. આ કૃષ્ણ પરમાત્મા અને સનાતન ધર્મનું અપમાન છે. કૃષ્ણ માટે તમામ ભક્તો એક સરખા હોય છે. કોઈ વીઆઈપી કે કોઈ સાધારણ હોતા નથી. તત્કાલ અસરથી આ નિર્ણય પાછો ખેંચાવામાં આવે. પૈસા ખૂટતા હોય તો સરકાર પાસે ગ્રાન્ટ માંગો, પરંતુ આ રીતે લૂંટવાના ધંધા બંધ કરો. ટૂંકમાં જોયા જેવી થાય અને પરિસ્થિતિ વણસે તે પહેલા આ નિર્ણય પાછો ખેંચો.'

શું છે સમગ્ર મામલો?
આપને જણાવી દઈએ કે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનનું કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે ભક્તો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. ડાકોર મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન માટે વ્યક્તિદીઠ 500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જ્યારે રણછોડ રાયના નજીકથી દર્શન માટે ભક્ત પાસેથી રૂ.500 લેવામાં આવી રહ્યા છે. આ સાથે મહિલાઓની લાઈનમાં જઈને પુરૂષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ