બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આજે મહત્ત્વની મેચ, રોહિત બનાવશે વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલી પાસે ઇતિહાસ રચવાની તક
Last Updated: 11:09 AM, 18 January 2026
India vs New Zealand 3rd ODI: ઇન્દોરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝની છેલ્લી મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવા માંગશે. હાલમાં આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે. ત્યારે આજે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે વનડે સીરીઝની છેલ્લી મેચ રમવા ઉતરશે ત્યારે બધાની જ નજરો કરી એકવાર હિટમેન રોહિત શર્મા અને કિંગ વિરાટ કોહલી પર રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વનડે મેચ જ રમે છે. ત્યારે આ મેચ પછી હવે આ જોડી લાંબા સમય સુધી દેશ માટે મેદાન પર રમતી જોવા નહીં મળે. ત્યારે આ મેચ એટલા માટે પણ મહત્ત્વની છે કે આજની મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પાસે ઇતિહાસ રચવાની તક હશે.
ADVERTISEMENT
All to play for 💪#TeamIndia locked in for the series decider in Indore 🎯 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ue9qAgYs4L
— BCCI (@BCCI) January 18, 2026
ADVERTISEMENT
આજે રોહિત શર્મા જો બેટિંગ દરમિયાન પોતાની ઇનિંગમાં બે છગ્ગા મારશે, તો તે ઇતિહાસ બનાવી દેશે. બે છગ્ગા મારીને રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધારે છગ્ગા મારનાર ખેલાડી બની જશે. હાલમાં આ રકોડ પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીના નામે છે, તેમણે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં 50 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્માના નામે હાલમાં 49 છગ્ગા નોંધાયેલા છે.
ADVERTISEMENT
ત્યારે જો ઇન્દોર વનડેમાં વિરાટ કોહલી સદી ફટકારવામાં સફળ થાય છે, તો તેના નામે ન્યુઝીલેન્ડ સામે વનડે મેચમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાઈ જશે. હાલમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેડ સામે વનડે 6 સેન્ચુરી ફટકારી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય આજની મેચમાં શુભમન ગિલ પાસે પણ જબરદસ્ત રેકોર્ડ બનાવવાની તક હશે. ત્રીજી વનડેમાં શુભમન ગિલ જો 70 રન કરી નાખે છે તો વનડેમાં ભારત માટે સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. ગિલે અત્યાર સુધીમાં 60 ઇનિંગમાં 2930 રન કર્યા છે. વનડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવને 72 ઇનિંગમાં 3000 રન કર્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભારતે રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને હરાવ્યું, વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રા ચમક્યા
આજની મેચમાં શ્રેયસ ઐય્યર પાસે પણ ઇતિહાસ રચવાની તક હશે. 27 રન કરતાની સાથે જ વનડેમાં ઐય્યર પોતાના 3000 રનનો આંકડો પૂરો કરી લેશે. શ્રેયસ ઐય્યરે અત્યાર સુધીમાં 75 વનડે મેચોમાં 69 ઇનિંગમાં 47.20ની સરેરાશથી કુલ 2974 રન કર્યા છે, એટલે 27 રન કરીને ઐય્યર પણ સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.