બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Split in INDIA alliance before meeting! Uddhav Sena called Congress arrogant, JDU says make Nitish PM candidate

રાજનીતિ / INDIA ગઠબંધનમાં ડખો: JDUએ કહ્યું નીતિશને બનાવો PM કેન્ડીડેટ, ઉદ્ધવસેના બોલી- કોંગ્રેસ છે અહંકારી

Megha

Last Updated: 11:05 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા વિપક્ષી એકતામાં ડખો થયો, એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કોંગ્રેસને અંહકારી ગણાવી તો JDUએ નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેરની વાત કરી છે

  • ઈન્ડિયા ગઠબંધનની બેઠક વિપક્ષી એકતામાં ડખો થયો છે 
  • ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કોંગ્રેસને અંહકારી ગણાવી
  • તો JDUએ નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેરની વાત કરી 

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજવવાની છે પરંતુ આ પહેલા વિપક્ષી એકતામાં ડખો થયો હોય એવું લાગી રહ્યું છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બેઠક પહેલા કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેને અંહકારી ગણાવી હતી તો બીજી તરફ બેઠક પહેલા બિહારમાં સત્તા પર રહેલ JDUએ નવી માંગ કરતાં કહ્યું કે નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેર કરી દેવા જોઇએ. 

નીતિશ કુમારને PM કેન્ડીડેટ જાહેર કરો 
વાત એમ છે કે જનતા દળ યુનાઈટેડ એટલે કે JDUના ધારાસભ્ય ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ ફાયદો થશે. આ માંગણી પાછળનું કારણ જણાવતાં ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે નીતીશ કુમાર ભારત ગઠબંધનમાં સ્વચ્છ છબી ધરાવતા એકમાત્ર નેતા છે. તેમની છબી પ્રામાણિકતાની છે.

ઉદ્ધવ જૂથે કોંગ્રેસને અહંકારી ગણાવી
બીજી તરફ ઉદ્ધવ જૂથે તેના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો કરતાં કોંગ્રેસને અહંકારી ગણાવી છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, 'હવે ઈન્ડિયા એલાયન્સને સારથિની જરૂર છે. અત્યારે ઈન્ડિયા એલાયન્સનો રથ કોઈ સારથિ વગરનો છે. કોંગ્રેસને સલાહ આપતા લખ્યું હતું કે કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટીને સમર્થન આપે. ઈન્ડિયા એલાયન્સમાં 28 પક્ષોનું જોડાણ છે, પરંતુ 100 રસોઈયા ખરાબ ભોજન પીરસે છે. આજની બેઠકમાં ઈન્ડિયા એલાયન્સનો ચહેરો સ્પષ્ટ થવો જોઈએ. 

જણાવી દઈએ કે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના નેતાઓ આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને અન્ય નેતાઓ દિલ્હીમાં છે અને તેઓ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ