બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Sourav Ganguly now has Z category security instead of Y, know why Bengal government took this decision

કડક સુરક્ષા / 'દાદા'ને મળશે હવે Y ને બદલે Z કેટેગરીની સુરક્ષા, બંગાળ સરકારે સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાને લઈને કેમ કર્યો અચાનક નિર્ણય

Pravin Joshi

Last Updated: 11:42 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ સરકારે સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. હવે દાદાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આનું કારણ જાણી શકાયું નથી.

  • પશ્ચિમ બંગાળ સરકારે સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો 
  • સૌરવ ગાંગુલીને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો 
  • બંગાળ સરકાર દ્વારા સુરક્ષા આપવી એ નવા રાજકીય સમીકરણનો સંકેત 

પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી સરકાર હવે ગાંગુલીને Z શ્રેણીની સુરક્ષા આપશે. નવી સુરક્ષા વ્યવસ્થા હેઠળ પૂર્વ બીસીસીઆઈ પ્રમુખની સુરક્ષા આઠથી દસ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવશે. દાદા પહેલાથી જ Y લેવલની સુરક્ષાના વર્તુળમાં રહેતા હતા. હવે આમાં વધારો કરીને ગાંગુલી કે જેઓ BCCI અધ્યક્ષ હતા તેમને Z સ્તરની સુરક્ષા આપવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલી દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગે કોઈ વિનંતી કરવામાં આવી નથી. બંગાળ સરકારે તેની નોંધ લેતા સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લીધો છે. દાદાની સુરક્ષા પર કોઈ ખતરો છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

ગાંગુલીની સુરક્ષા કેમ વધી?

સૌરવ ગાંગુલી અગાઉ કેન્દ્ર સરકારની ખૂબ નજીક હતા. શાસક પક્ષ દ્વારા દાદાને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર પણ કરવામાં આવી હતી. જોકે પૂર્વ ભારતીય સુકાની આ માટે તૈયાર નહોતો. આ પછી અચાનક બંને વચ્ચે ખટાશના સમાચાર પણ સામે આવ્યા હતા.સૌરવને બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી હટી જવું પડ્યું હતું. હવે બંગાળ સરકાર વતી દાદાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવી એ નવા રાજકીય સમીકરણનો સંકેત આપે છે. બીસીસીઆઈના પૂર્વ પ્રમુખને અગાઉ 'Y' શ્રેણીની સુરક્ષા હતી. ત્યારે હવે સરકારે ગાંગુલીની સુરક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો. બંગાળ સરકારના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સી જણાવ્યું, વીવીઆઈપી સુરક્ષા પૂરી થયા બાદ પ્રોટોકોલ મુજબ સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ ગાંગુલીની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધિકારીઓ ગાંગુલીની ઓફિસે પહોંચ્યા

રાજ્ય સચિવાલયના પ્રતિનિધિઓ ગાંગુલીની બેહાલા ઓફિસ પહોંચ્યા, જ્યાં તેઓએ કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલબજાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી. ગાંગુલી હાલમાં તેની ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે પ્રવાસ કરી રહ્યો છે અને 21 મેના રોજ કોલકાતા પરત ફરશે. તે દિવસથી તેને Z-કેટેગરીની સુરક્ષા મળવાનું શરૂ થશે. સૌરવ ગાંગુલી હાલમાં IPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલો છે. તે દિલ્હીની ટીમમાં ડાયરેક્ટર ઓફ ક્રિકેટની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે તેની ટીમ આઈપીએલ 2023ના પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર છે. આજે આ ટીમ પોતાની છેલ્લી લીગ લેવલ મેચ પંજાબ કિંગ્સ સામે ધર્મશાલામાં રમવા જઈ રહી છે.

Tag | VTV Gujarati

બંગાળમાં કોની શું સુરક્ષા છે?

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ સીવી આનંદ બોઝ, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય સચિવ અભિષેક બેનર્જીને ઝેડ પ્લસ સુરક્ષા મળે છે. ફિરહાદ હકીમ અને મોલોય ઘટક જેવા મંત્રીઓને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારને CISF સુરક્ષા સાથે Z પ્લસ સુરક્ષા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ