બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Son of Jetpur BJP leader did stunts in car with friends, video went viral

જોખમી સ્ટંટ / BJP નેતાના પુત્રએ મિત્રો સાથે મળી કારમાં કર્યા સ્ટંટ, REELSની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન, ક્યારે થશે કાર્યવાહી?

Malay

Last Updated: 02:54 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jetpur Viral Video News: જેતપુરમાં ભાજપ નેતાના પુત્રને ચઢ્યું 'દેખાડાનું ભૂત', જીવના જોખમે કાર પર કર્યા ખતરનાક સ્ટંટ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

  • ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનો યુવાનોમાં ક્રેઝ
  • જેતપુરના ભાજપ નેતાના પુત્રનો વીડિયો વાયરલ
  • ચાલુ કારની ઉપર બેસીને વીડિયો બનાવાયો

Jetpur Viral Video News: આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમા પણ હવે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો બનાવતા થઈ ગયા છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યવુક અને યુવતીઓ રિલ્સ વધારે બનાવતા હોય છે. ફેમસ થવાના ચક્કરમાં યુવકો જોખમી વીડિયો બનાવી પોતાના અને અન્યોના જીવ જોખમમાં મુકતા હોય છે. આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાજપના નેતાના પુત્રનો વીડિયો વાયરલ
જેતપુરમાં કાર સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેતપુરના ભાજપના નેતાના દિનેશ ભુવાના પુત્ર જયવીર ભુવાએ કાર સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપ નેતાનો દિકરો મિત્રોની સાથે ચાલુ કારે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. 

ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન 
આ વીડિયોમાં યુવકોને ટ્રાફિકના તમામ નિયમોનું ઉલ્લઘંન કરતા જોવા મળી રહ્યા છે. યુવકોએ ચાલુ કારની ઉપર બેસીને વીડિયો બનાવ્યો છે. ભાજપ નેતા દિનેશ ભુવાના પુત્રનો વીડિયો વાયરલ થતાં લોકોમાં સવાલ ઊભો થયો છે કે શું ટ્રાફિકના તમામ નિયમો નેવે મુકાતા ભાજપ નેતાના પુત્ર સામે કાર્યવાહી થશે?  

બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે?
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યા છે. પોલીસ આવા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરી રહી છે, છતાં એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે. જે સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, ત્યારે આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ