બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / SOG crackdown in Ahmedabad: 257 dummy SIM hoards burst in two days

એક્શન / કોઇ પણ જગ્યાએથી ‌સિમકાર્ડ ખરીદતાં પહેલા ચેતજો,અમદાવાદમાં SOGનો સપાટોઃ બે દિવસમાં 257 ડમી સિમનો ભાંડો ફૂટ્યો

Vishal Khamar

Last Updated: 11:00 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસ પહેલાં એસઓજીની ટીમે ૩૮ ડમી ‌સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શાહઆલમમાં અને સીજીરોડ પર ડમી ‌સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

  • સિમકાર્ડ ખરીદવા માટે ડોક્યુમેન્ટ્સ આપતાં પહેલાં સાવચેત રહેજો
  • બે દિવસમાં ૨૫૭ ડમી સિમનો ભાંડો ફૂટ્યો
  • એસઓજીએ ત્રણ લોકો વિરુદ્ધ બે અલગ અલગ ગુના દાખલ કર્યા

એસઓજીએ ગઇ કાલે જયમીન પરમાર (રહે. સેટેલાઇટ કોમ્પ્લેક્સ, બોડકદેવ) અને ફૈઝાન વિરુદ્ધ પણ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. સી.જી. રોડ, એમરાલ્ડ કોમ્પ્લેક્સમાં ક્રે‌ડિટકાર્ડ વેચવાનું કોલ સેન્ટર ચાલતું હતું. કોલ સેન્ટર ચલાવનાર જયમીન પરમારે પોતાના કર્મચારીઓના ડોક્યુમેન્ટના આધારે 138 સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં છે. ફૈઝાન નામનો યુવક જાહેર રોડ પર છત્રી મૂકીને ‌સિમ કાર્ડ વેચતો હતો, જેની મદદથી 38 ‌સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં હતાં. એસઓજીએ મનીષા નામની મહિલાની પૂછપરછ કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. 

કોઇ પણ જગ્યાએથી ‌સિમ કાર્ડ ખરીદતાં પહેલાં દસ વખત વિચાર કરજો, નહીં તો તમારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી ‌સિમ કાર્ડ એક્ટિવ થઇ જશે અને પછી તે કોઇ પણ ગુનેગારના હાથમાં જતું રહે છે. ગુનેગારો ગુનો આચરવા માટે ડમી ‌સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, જે અમદાવાદમાં હજારોની સંખ્યામાં એક્ટિવ છે. બે દિવસ પહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ૩૮ ડમી ‌સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે હવે ગઇ કાલે એસઓજીએ શાહઆલમમાં ૩૮ ડમી ‌સિમ કાર્ડ અને સીજીરોડ પર 138 ડમી ‌સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું છે. અસદ નાસતો-ફરતો હતો ત્યારે તેણે ૧૪ કરતાં વધુ ‌સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જે તમામ ‌સિમ કાર્ડ ડમી હોવાનું સામે આવ્યું છે. આતંકવાદી, બુટલેગર, ક્રિકેટ બુકી સહિતના લોકો ગુનાખોરીને અંજામ આપવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ડમી ‌સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ટેલિકોમ કંપનીને ‌સિમ કાર્ડ કેટલાં વેચાય છે તેમાં રસ હોય છે, પરંતુ તે કોને વેચે તેમાં કોઇ રસ હોતો નથી, જેના કારણે ડમી સિમ કાર્ડ બની જતાં હોય છે. 
કોઇ પણ વ્યક્તિને ‌સિમ કાર્ડ લેવું હોય તો તેણે સીએએફ (કોમન એપ્લીકેશન ફોર્મ) ભરવાનું હોય છે, જ્યારે તેની સાથે આધારકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ફોટોગ્રાફ્સ આપવાનો હોય છે. ફોર્મ ભર્યા બાદ જે તે વ્યક્તિ સિમ કાર્ડ લઇને જતી રહે છે, પરંતુ તે પછી ડોક્યુમેન્ટના આધારે સંખ્યાબંધ ‌સિમ કાર્ડ એક્ટિવ થઇ જાય છે, જેને ડમી ‌સિમ કાર્ડ કહેવામાં આવે છે. ટે‌લિકોમ કંપનીનો ટાર્ગેટ પૂરો કરવા અથવા તો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગઠીયાઓ ડમી સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચતા હોય છે. 
ટાર્ગેટ પૂરો કરવા યુવકે પોતાના ફોટાનો ઉપયોગ કરી ૧૩૮ ‌સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં
એટીએસની ટીમે આપેલી મા‌હિતીના આધારે એસઓજીની ટીમે અમન રશીદ ‌બિયાવરવાલા (રહે. અસલમ એપાર્ટમેન્ટ, આસ્ટોડિયા) વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. અમને શાહઆલમ ખાતે આવેલા ખાન પ્લાઝામાં આર.આર. કોમ્યુનિકેશન નામનો મોબાઇલનો સ્ટોર કર્યો હતો, જેમાં તેને એરટેલ કંપનીનો સ્ટોર મળી ગયો હતો. એરટેલ કંપની ‌સિમ કાર્ડ વેચવાનો ટાર્ગેટ આપતી હતી, જેના કારણે અમને ડમી ‌સિમ કાર્ડ એક્ટિવ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ધંધામાં નુકસાન થાય નહીં તે માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતો હતો અને એપ્લીકેશન ફોર્મ ભરીને પોતાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરીને ‌સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. અમન ગૂગલ પરથી સર્ચ મારીને બીજાના ડોક્યુમેન્ટ પણ ડાઉનલોડ કરતો. ત્યાર બાદ ‌સિમ કાર્ડ તૈયાર કરતો હતો. કોરોનાકાળમાં અમને એરટેલનો સ્ટોર બંધ કરી દીધો હતો, જોકે ત્યાં સુધીમાં તેણે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને ૧૩૮ સિમ કાર્ડ બનાવી દીધાં હતાં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ