બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / So will the winter session of Parliament end today?

શક્યતા / તો શું સંસદનું શિયાળુ સત્ર આજે જ સમાપ્ત થશે ? કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ટ્વિટ કરી આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 08:21 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે ચીનના મુદ્દે સંસદના બંને ગૃહોમાં હંગામો થયો અને કાર્યવાહી સતત ખોરવાઈ ગઈ. ભારત-ચીન મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી

  • સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે (23 ડિસેમ્બર) સમાપ્ત થશે તેવી સંભાવના
  • આજે બપોરે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ શકે 
  • સરકારે પણ નિર્ધારિત સમય પહેલા સત્ર સમાપ્ત કરવાનું મન બનાવી લીધું: સૂત્રો 
  • કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે દાવો કર્યો,  શિયાળુ સત્ર વહેલું સમાપ્ત થશે

સંસદનું શિયાળુ સત્ર આજે શુક્રવારે (23 ડિસેમ્બર)ના રોજ સમાપ્ત થઈ શકે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવશે. ગુરુવારે (22 ડિસેમ્બર) ચીનના મુદ્દે સંસદના બંને ગૃહોમાં હંગામો થયો અને કાર્યવાહી સતત ખોરવાઈ ગઈ. ભારત-ચીન મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે સૂત્રો અને ખાનગી ચેનલોનું માનીએ તો સરકારે પણ નિર્ધારિત સમય પહેલા સત્ર સમાપ્ત કરવાનું મન બનાવી લીધું છે. 

સૂત્રોએ દાવો કર્યો હતો કે, વિપક્ષી દળોએ નાતાલના કારણે સત્રનો સમયગાળો ઘટાડવા અને ક્રિસમસ પહેલા તેને સમાપ્ત કરવાની માંગ કરી હતી. બીજી તરફ સંસદમાં ચીનના મુદ્દા પર ચર્ચા માટે સરકાર અને વિપક્ષ વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. ગુરુવારે (22 ડિસેમ્બર) પણ આ મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને લોકસભામાં લગભગ કોઈ કામકાજ થયું ન હતું. બીજી તરફ બે સૌથી મોટી વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ કરીને જાહેર દાવો કર્યો છે કે, શુક્રવારે (23 ડિસેમ્બર) એટલે કે આજે જ સંસદનું સત્ર તેના નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ જશે.

શું કહ્યું કોંગ્રેસે ? 

કોંગ્રેસના મીડિયા પ્રભારી અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે દાવો કર્યો કે, શિયાળુ સત્ર વહેલું સમાપ્ત થશે, તેને તેમની પાર્ટીની 'ભારત જોડો યાત્રા' સાથે જોડ્યું. રમેશે ટ્વીટ કર્યું, “કાલે સવારે 11:30 વાગ્યે સંસદ સ્થગિત કરવામાં આવશે. આ વિરોધ પક્ષોની લાંબા સમયથી માંગણી હતી કારણ કે, ઘણા બિલો પસાર થવાના ન હતા. મોદી સરકાર, જે ક્યારેય સાંભળતી નથી, અચાનક સંમત થઈ ગઈ જેથી તે કોવિડ-19 નો ઉપયોગ 'ભારત જોડો' ને બદનામ કરવા અને તેને ગેરમાર્ગે દોરવા માટે કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ