બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Smart TV explodes due to short circuit due to heater in Gandhinagar, house burnt down, all belongings burnt

ગાંધીનગર / ગાંધીનગરમાં હીટરના કારણે શોર્ટ સર્કિટ થતાં સ્માર્ટ ટીવીમાં ધડાકો, ઘર ભડભડ બળ્યું, બધો સામાન બળીને ખાક

Vishal Khamar

Last Updated: 05:06 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં હીટરના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ઘરમાં આગની ચપેટમાં આવી જવા પામ્યું હતું.

  • ગાંધીનગરમાં હીટરના કારણે આખું ઘર સળગ્યુ
  • પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થતાં લાગી આગ
  • ઘટનામાં તમામ સામાન બળીને ખાખ

 લોકોને ચેતવણી આપતો કિસ્સો આજે બનવા પામ્યો છે.  શિયાળામાં લોકો પાણી ગરમ કરવા માટે હિટરનો ઉપયોગ કરતા હોય છે. અને લાંબા સમય બાદ પાણી ગરમ થયા બાદ ન્હાવા જતા હોય છે.  આજે ગાંધીનગરના રણાસણ ખાતે આવેલ ગુડાના મકાનમાં બી બ્લોકમાં રહેતા પરિવાર સવારે ઉઠીની નિત્યક્રમ મુજબ હિટરથી પાણી ગરમ કર્યા બાદ 17 વર્ષીય પ્રિન્સ ન્હાવ જતા અચાનક જ શોર્ટ સર્કીટ થતા સમગ્ર ઘરમાં વાયરીંગમાં શોર્ટ સર્કીટ થવા પામ્યું હતું અને જોત જોતામાં સમગ્ર ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ત્યારે આ અંગેની જાણ ફાયર બ્રિગ્રેડની કરતા ફાયર બિગ્રેડના કાફલો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

આગમાં ઘરની સામગ્રી બળીના ખાખ

જોત જોતામાં સમગ્ર ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું
ગુડાનાં મકાનમાં બી બ્લોકમાં બી-003 માં રહેતા સંગીતાબેન જાદવનો દિકરો પ્રિન્સ અને તેમના પતિ નિત્યક્રમ મુજબ પોત પોતાના કામ માટે ઘરની બહાર ગયા હતા. પ્રિન્સ ઘરે એકલો હતો. પ્રિન્સે ન્હાવા માટે હિટરથી પાણી ગરમ મૂક્યું હતું. ત્યારે પાણી ગરમ થઈ ગયા બાદ પ્રિન્સ ન્હાવા જતા અચાનક જ સમગ્ર ઘરમાં શોર્ટ સર્કીટ થવા પામ્યું હતું અને સ્માર્ટ ટીવી સહિતની ઘરની ઈલેકટ્રોનિક્સ ચીજ વસ્તુઓ અચાનક જ આગમાં લપેટાઈ જવા પામ્યું હતું. ત્યારે જોત જોતામાં સમગ્ર ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. 

સમગ્ર ઘર આગમાં ભસ્મીભૂત થઈ ગયું

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છેઃફાયર ફાઈટર
બ્લાસ્ટનો અવાજ એટલો વધુ હતો કે આસપાસના રહીશો પણ ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આ અંગેની જાણ ગાંધીનગર ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના કામગીરી હાથ ધરી હતી.  ત્યારે ફાયર બ્રિગ્રેડની તપાસમાં પાણી ગરમ કરવાના હિટરથી પાણી ગરમ કર્યા બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ