બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / Skin Care home remedies: Dark circle can be removed by applying cold milk on the affected area of the skin

સ્કિન કેર / આંખોની ફરતે કાળા ડાઘ દેખાય છે? શું ઠંડા દૂધથી આ ડાઘ સર્કલ દૂર થઈ જાય, શું છે સત્ય, આ બાબતોને ભૂલથી પણ ન અવગણતા

Vaidehi

Last Updated: 04:58 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોમાં કંફ્યૂઝન હોય છે કે ઠંડા દૂધથી આંખની નીચેનાં ડાર્ક સર્કલ્સ દૂર થઈ જાય છે તો ઘણાં માને છે કે તેનાથી ડેડ સ્કિન થવા માંડે છે. પરંતુ ખરેખર શું અસરકારક છે તે જાણવું જરૂરી છે.

  • આંખોની નીચેનાં ડાર્ક સર્કલ્સ ફેસનો લૂક ખરાબ કરે છે
  • લોકો કેમિકલ્સવાળી પ્રોડક્ટથી દૂર રહેવાનું પસંદ કરે છે
  • તેવામાં ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં ઘરેલૂ ઉપાયો અસરકારક બની શકે છે

માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ મળે છે જે સ્કિન કેર માટે બેસ્ટ હોય છે પણ તેમાં કેમિકલ હોવાને કારણે લોકો તેનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. સ્કિનની રેગ્યૂલર કેર કરવા માટે ભારતીયો ઘરેલૂ નુસ્ખાઓ અપનાવતાં હોય છે. લોકો માને છે કે આંખોની નીચેનાં કાળા ડાઘ દૂર કરવામાં ઠંડુ દૂધ મદદરૂપ બને છે પણ શું તે સાચું છે?

ડાર્ક સર્કલ્સ હોવાનું કારણ
એક્સપર્ટસ કહે છે કે કોલ્ડ ટેમ્પ્રેચરનાં કારણે આપણાં લોહીની નસો સંકુચિત થવા માંડે છે જેના લીધે સ્કિન ડાર્ક દેખાય છે. આ સિવાય નિંદર પૂરી ન થવી, સ્ટ્રેસ લેવું અને બગડેલી લાઈફસ્ટાઈલનાં લીધે આંખની નીચે કાળા કુંડાળા આવતાં હોય છે અને એકવખત ડાર્ક સર્કલ્સ આવી જાય તો તેનાથી છૂટકારો મેળવવું એટલું સરળ હોતું નથી.

ઠંડા દૂધથી દૂર થાય છે ડાર્ક સર્કલ્સ?
એક્સપર્ટસ કહે છે કે ઠંડા તાપમાનનાં લીધે નસો સંકુચિત થઈ જાય છે અને ડેડ સ્કિન સેલ્સ બનવા લાગે છે. આ કારણે ડાર્ક સર્કલ્સ આવે છે. તેવામાં તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કિન સેલ્સને એક્સફોલિએટ કરે છે. તેનાથી નવી સ્કિન મળે છે. પરિણામે ધીમે-ધીમે આંખોની નીચેની કાળાશ દૂર થાય છે.

સ્કિન કેર રૂટીન જરૂરી
એક્સપર્ટસ કહે છે કે માત્ર એક હોમ રેમેડીથી સમસ્યાઓ દૂર થઈ જાય તે સંભવ નથી. તેની સાથે-સાથે સ્કિન કેર રૂટિનને પણ ફોલો કરવું જોઈએ. જેમાં સનસ્ક્રીન અને મોઈસ્ચરાઈઝર લગાડવું અતિ મહત્વનું છે. સ્કિન કેરમાં હાયલ્યુરોનિક એસિડ અને રેટિનોલથી બનેલ પ્રોડક્ટસ પણ સમાવેશ થવો જોઈએ.

પૂરતી ઊંઘ લેવી જરૂરી
ડાર્ક સર્કલ્સ થવાનું મુખ્ય કારણ ઓછી નિંદર માનવામાં આવે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 8 કલાકની નીંદર લેવી જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જોઈએ તેમાં ખાનપાન સંબંધિત બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ