બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

VTV / SIT to probe Lok Sabha member Delkar''s death: Maha minister

ચોંકાવનારો ખુલાસો / મોહન ડેલકર આપઘાત કેસમાં ગુજરાતના ભાજપ નેતાનું નામ આવતા ખળભળાટ, કરાઈ SITની રચના

Hiralal

Last Updated: 02:58 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદ મોહન ડેલકરની સ્યુસાઈડ નોટમાં દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ તથા ભાજપના બીજા નેતાઓના નામ સામે આવતા ખળખળાટ મચ્યો છે.

  • દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ આવતા મચ્યો ખળભળાટ
  • પ્રફુલ્લ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી-સ્યુસાઈડ નોટમાં આરોપ 
  • મોહન ડેલકર પ્રફુલ્લ પટેલ તથા ભાજપના બીજા નેતાઓનો દબાણ હેઠળ હતા

 મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે મોહન ડેલકરે તેમની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં આપઘાત કરી રહ્યાં છે કારણ કે તેમને લાગતું હતું કે ફક્ત મહારાષ્ટ્ર સરકાર તેમને ન્યાય અપાવી શકશે.

મોહન ડેલકર શંકાસ્પદ મૃત્યુ કેસની તપાસ સીટ કરશે

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.

મોહન ડેલકરની આપઘાત નોટમા ચોંકાવનારા ખુલાસા
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યાનુસાર મોહન ડેલકરે તેમની આપઘાતની નોટમાં લખ્યું હતું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમની પારાવાર હેરાનગતિ કરી રહ્યાં છે અને તેઓ તેમને દબાણ કરી રહ્યાં છે.ડેલકરે કહ્યું હતું કે મને પ્રફુલ્લ પટેલ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી.  પ્રફુલ્લ પટેલ મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યાં હતા. ડેલકરની પત્ની અને પુત્રે પણ આ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. 

ભાજપના  નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી-શિવસેના સાંસદ 

મોહન ડેલકર આપઘાત કેસની તપાસ સીટ દ્વારા કરાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહહારાષ્ટ્ર સરકારે સારુ પગલું ભર્યું છે. ભાજપના કેટલાક નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ખેદજનક છે કે કેન્દ્ર સરકારે બીજા આપઘાત કેસમાં સીબીઆઈ અને બીજી એજન્સીઓની તપાસમાં જે રીતે ઉતાવળ કરી તેવી ઉતાવળ મોહન ડેલકર કેસમાં કરાઈ નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ