બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / signal schools inauguration by CM for children in ahmedabad gujarat

હવે ભીક્ષા નહીં શિક્ષા / સિગ્નલ પર જ Wifi-LEDથી અપાશે શિક્ષણ, CM ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યો ખાસ પ્રોજેક્ટ

Dhruv

Last Updated: 11:27 AM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જ્યારે પણ ઘરની બહાર નીકળતા હોઇશું ત્યારે આપણે અનેક વખત ચાર રસ્તાએ સિગ્નલ પર કેટલાંક અનાથ છોકરાંઓને ભીક્ષા માંગતા જોયા હશે. ત્યારે આવાં બાળકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે આવાં બાળકો માટે 'સિગ્નલ સ્કૂલ યોજના'ની શરૂઆત કરી છે.

  • સિગ્નલ પર શિક્ષણથી વંચિત બાળકો માટે 'સિગ્નલ સ્કૂલ યોજના' ની શરૂઆત
  • પ્રોજેક્ટની શુભ શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાઇ
  • 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવાશે

પ્રોજેક્ટની શુભ શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાઇ

રાજ્ય સરકારે સિગ્નલ પર રહેતા કે સ્કૂલે ન જતા બાળકોના અભ્યાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આવાં નિરાધાર બાળકો માટે સરકારે 'સિગ્નલ સ્કૂલ યોજના' ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બસની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રસ્તા પર ભીક્ષા માંગતા તેમજ સ્કૂલે નહીં જનારા બાળકોને ભણાવવામાં આવશે. જો કે, આ પ્રોજેક્ટની શુભ શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરી દેવાઇ છે.

બસની અંદર જ LED ટીવીથી માંડીને વાઇફાઇ સુધીની સુવિધા

સિગ્નલ શાળા શરૂ કરવા માટે રૂ 2.35 કરોડ ફાળવવામાં આવ્યાં છે. જે હેઠળ 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં વાઇ-ફાઇ, LED ટીવી અને CCTV કેમેરા સહિતની સુવિધાઓ પણ ઉપલ્બધ હશે. શહેરના અલગ-અલગ સિગ્નલ પર સવાર-સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં બસની અંદર જ બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ-ખુરશી, LED ટીવી, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા તેમજ વાઇફાઇ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે.

તમને જણાવી દઇએ કે, સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસ પાસેથી બસો મેળવીને તેમાં સુધારા વધારા કરીને હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે-તે સિગ્નલ અથવા તો નક્કી કરેલા જંકશન ખાતે ઉભી રાખીને  બાળકોને ભણાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ