બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / shukra vakri 2023 date time venus retrograde in leo positive effects on 5 zodiac

શુક્ર વક્રી / 3 દિવસ બાદ શુક્ર ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત, છલકાઇ જશે તિજોરી

Arohi

Last Updated: 11:19 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukra Vakri 2023: શુક્ર 23 જુલાઈ રવિવારે સિંહ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. શુક્રની ઉલ્ટી ચાલ 23 જુલાઈએ સવારે 7.02 મિનિટથી શરૂ થશે. વક્રી શુક્ર 5 રાશિના જાતકોના ધન, આવક અને સુખ-સુવિધાઓમાં વધારો કરશે.

  • 3 દિવસ બાદ શુક્ર ચાલશે ઉલટી ચાલ
  • 23 જુલાઈએ શુક્ર થશે વક્રી 
  • આ 5 રાશિના જાતકોને થશે લાભ 

સુખ અને સુવિધાઓના કારક ગ્રહ શુક્ર 23 જુલાઈ રવિવારે સિંહ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. શુક્રની ઉલ્ટી ચાલ 23 જુલાઈએ સવારે 7.2 વાગ્યાથી શરૂ થશે. શુક્ર ગ્રહ 4 સપ્ટેમ્બરે સવારે 6.50 મિનિટ સુધી વક્રી થશે. તેના બાદથી માર્ગી થઈ જશે. 

આ પ્રકારથી જોવામાં આવે તો શુક્ર 43 દિવસો સુધી વક્રી થઈને ગતિ કરશે. શુક્રના વક્રી થવાથી 12 રાશિઓ પર પ્રભાવ પડશે. જોકે વક્રી શુક્ર 5 રાશિઓના જાતકોના ધન, આવક અને સુખ-સુવિધાઓમાં વધારો કરી શકે છે. તેમના કરિયરમાં પણ ફાયદો પહોંચી શકે છે. 

મેષ 
શુક્રના વક્રી થવાથી મેષ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડી શકે છે. બિઝનેસમાં સારો નફો કમાવવાનો અવસર મળી શકે છે. જેનાથી આર્થિક પ્રગતિ મળશે. રોકાણ તમારા માટે લાભકારી થઈ શકે છે. તેનાથી તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. 

શુક્રની ઉલ્ટી ચાલથી તમારા કરિયર પર પણ સકારાત્મર અસર પડી શકે છે. નોકરીમાં આગળ વધવાના નવા અવસર મળી શકે છે. તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. શુક્રના શુભ પ્રભાવથી ધનની કમી દૂર થશે. 

વૃષભ 
સિંહમાં શુક્રની ઉલ્ટી ચાલથી ધનલાભનો યોગ બની રહ્યો છે. નોકરી કરનાર અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. વ્યાપારી વર્ગ જ્યાં સારો નફો કમાઈ શકે છે તો ત્યાં જ નોકરી કરનારના પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. જો તમે નવી નોકરીની તલાશ કરી રહ્યા છો તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. 

આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે અને જુનું અટકેલું ધન પરત મળવાથી મોટી રાહત મળી શકે છે. 

કન્યા 
વક્રી શુક્ર તમારી રાશિના જાતકોને માલામાલ કરી શકે છે. આવતા 43 દિવસોમાં તમારી આર્થિક ઉન્નતિ તેજ ગતિમાં આવી શકે છે. કરિયરમાં આગળ વધવા માટે નવા અવસર મળશે. તમને યોગ્ય સમય પર લાભ ઉઠાવવાનો રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને રોકાણનો પ્રસ્તાવ મળી શકે છે. 

શિક્ષા કોમ્પિટિશન સાથે જોડાયેલા લોકો પોતાની મહેનત ચાલુ રાખે, સરકારી નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. તમને મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. કાર્યમાં સફળ રહેશો. 

તુલા 
શુક્રની ઉલ્ટી ચાલ તમારી રાશિને પણ લાભ પહોંચાડી શકે છે. તમારૂ પારિવારિક જીવન સુખમય થશે. સુખ અને સુવિધાઓમાં વધારે થશે. તમારી આવકમાં વધારે થશે. જેનાથી ધનની કમી અનુભવ નહીં થાય. આ સમયે તમે પોતાના સુખ અને સુવિધાઓ પર ધન ખર્ચ કરી શકો છો. 

વૃશ્ચિક 
વક્રી શુક્રના કારણે તમારૂ ભાગ્ય ચમકી શકે છે. આ સમય તમારી આવક માટે સારો છે. આવકમાં વૃદ્ધિ થવાથી પૈસાની કમી દૂર થશે. તમે પહેલાથી વધારે બચત કરી શકશો. બિઝનેસ કરનાર લોકો પોતાની યોજનાઓને લાગુ કરી શકે છે. જેનાથી નફો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ