વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેમરોન ગ્રીનના હાથે ગિલ કેચ આઉટ થઈ ગયા બાદ વિવાદ છેડાયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ભારતને 444 રનનો લક્ષ્યાંક આપ્યો
શુભમન ગિલ અને રોહિત શર્માની શાનદાર બેટિંગ
ગિલ કેચ આઉટ થઈ ગયા બાદ વિવાદ છેડાયો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો બરાબરનો માહોલ જામ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ભારતને 444 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.આ દરમિયાન શુભમન ગિલ અને રોહિત શર્માની જોડીએ ભારતને શાનદાર અને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેની ધુઆધાર બેટિંગ વચ્ચે સ્કોટ બોલેન્ડે આ જોડી તોડ ગિલને આઉટ કર્યો હતો. સ્લિપમાં કેમરોન ગ્રીનના હાથે ગિલ કેચ આઉટ થઈ ગયા બાદ વિવાદ છેડાયો હતો.
ગિલના કેચ પર હોબાળો માચ્યા બાદ સ્ક્રીન પરના આઉટ-શો બાદમાં છેતરપિંડીના નારા સાથે સ્ટેડિયમ ગુંજયું હતું. આ સાથે કેપ્ટન રોહિત શર્માએ પણ બૂમો પાડી સવાલો ઉભા કર્યા હતા. ગિલ આઉટ થયો હતો કે કેમ તે મામલે સવાલો ઉભા થયા હતા.રિપ્લેમાં દેખાયું હતું કે કેમરન ગ્રીનની આંગળી બોલની નીચે ન હતી અને બોલ જમીનને સ્પર્શી ગયો હતો. છતાં પણ અમ્પાયરે ગિલને આઉટ દર્શાવ્યો હતો. એંગલ જોવા માટે ઝૂમ પણ ન કર્યું હોવાના આરોપ લાગી રહ્યા છે.
Third umpire while making that decision of Shubman Gill.
બાદમાં ગિલ પેવેલિયનમાં આવતો હતો આ વેળાએ દર્શકોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. છેતરપિંડીના નારા લાગ્યા હતા. ખાસ વાત એ છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ ગીલના ટેકામાં આવી આંખે પાટા બાંધેલા વ્યક્તિની તસવીર શેર કરતા ટૉણો માર્યો હતો. વધુમાં વસીમ જાફરે પણ અમ્પાયરને નિશાન બનાવ્યું હતું. તેનું કહેવું છે કે થર્ડ અમ્પાયર આંખો બંધ કરીને રિપ્લે જુએ છે.
8 વિકેટનાં નુક્સાન પર ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ સમાપ્ત
એલેક્સ કેરીએ દ્વિતીય ઈનિંગમાં અર્ધશતક પૂર્ણ કર્યુ હતું. કેરીએ 77મી ઓવરની પહેલી બોલમાં એક રન ફટકારી અર્ધશતક પોતાને નામ કર્યાં. આ બાદ મહોમ્મદ શમી દ્વારા 7મી વિકેટ લેવામાં આવી. જેમાં મિચેલ સ્ટાર્ક આઉટ થઈ ગયાં. મહોમ્મદ શમીની બોલ પર સ્લિપમાં કોહલીએ કેચ પકડ્યો હતો. મિચેલ સ્ટાર્કે 41 રન બનાવ્યાં હતાં. છેલ્લે પેટ કમિંસ અક્ષર પટેલનાં હાથે આઉટ થયાંની સાથે ઓસ્ટ્રેલિયાની દ્વિતીય ઈનિંગ સમાપ્ત થઈ હતી.