બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Shrikant Tyagi Sent to 14-day Judicial Custody for Assaulting And Abusing Woman in Noida

ક્રાઈમ / નોઈડામાં મહિલા સાથે ગાળાગાળી કરનાર શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જેલ, આરોપીને પકડનાર ટીમને 3 લાખનું ઈનામ

Hiralal

Last Updated: 09:51 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલાઓને બેફામ ગાળો દેનાર નેતા શ્રીકાંત ત્યાગીને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે.

  • નોઈડામાં મહિલાઓને ગાળો દેનાર શ્રીકાંત ત્યાગીની અકડ ઉતરી
  • કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો
  • પોલીસે મેરઠથી કરી હતી ધરપકડ
  • ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો 

યુપીના નોઈડામાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલાઓ સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કરવાના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા નેતા શ્રીકાંત ત્યાગીની શાન ઠેકાણે આવી છે. નોઈડા પોલીસે મેરઠમાંથી શ્રીકાંત ત્યાગીની ઝડપી પાડ્યો હતો જે પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રેટર નોઈડાની સૂરજપૂર કોર્ટે આરોપી ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 

શ્રીકાંતની ધરપકડ કરનાર ટીમને મળશે 3 લાખનું ઈનામ
પોલીસે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરનાર ટીમને 3 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને મેરઠમાંથી ઝડપી પાડ્યો હતો. 

સ્વામી પ્રસાદ મૌર્યએ ધારાસભ્યનું સ્ટીકર આપ્યું 
શ્રીકાંત ત્યાગીએ પોલીસ પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેમના વાહન પર વિધાનસભા સચિવાલયનું સ્ટીકર તેમને સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું હતું. વાસ્તવમાં પોલીસે કાર્યવાહી કરતા શ્રીકાંત ત્યાગીના પાંચ વાહનો જપ્ત કર્યા છે. તેમાંથી એક ધારાસભ્યનું સ્ટીકર સાથે મળી આવ્યું હતું. સાથે જ અન્ય વાહનની નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકારનો સત્તાવાર લોગો પણ મળી આવ્યો હતો.

5 ઓગસ્ટે મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો વાયરલ થયો હતો 
5 ઓગસ્ટે મહિલા સાથે ગાળાગાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મુદ્દો બરાબરનો ચગ્યો હતો આથી પોલીસે તત્કાળ ગુનો દાખલ કરતા આરોપી ત્યાગી રફૂચક્કર થઈ ગયો હતો.  પોલીસે તેની સામે કાર્યવાહી કરીને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પોલીસની 12 ટીમો તેની શોધખોળ કરી રહી હતી. આખરે આજે તેના ત્રણ સાગરિતો સાથે મેરઠથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ