બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Shortage of petrol at several petrol pumps in Ahmedabad gujarati news

અફવા કે વાસ્તવિકતા! / અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ખરેખર પેટ્રોલની અછત, જાણો શું કહી રહ્યાં છે સંચાલકો

Dhruv

Last Updated: 11:00 AM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઈંધણની અછત સર્જાવાની અફવા વચ્ચે અમદાવાદમાં અનેક જગ્યાએ પેટ્રોલની અછત જોવા મળી રહી છે. રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવતો હોવાનો સંચાલકોનો મત.

  • રાજ્યમાં ઈંધણની અછત સર્જાવાની અફવા વચ્ચે અમદાવાદમાં પેટ્રોલની અછત
  • નારોલના HPના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકો પરેશાન
  • રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવતો હોવાનો સંચાલકોનો મત

રાજ્ય (Gujarat) માં છેલ્લાં કેટલાંય દિવસોથી ઈંધણની અછત સર્જાવાની અફવાઓ વહેતી થઇ છે. આવી પરિસ્થિતિ વચ્ચે વચ્ચે અમદાવાદમાં પેટ્રોલની અછત જોવા મળી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા HPના પેટ્રોલપંપમાં પેટ્રોલની અછત જોવા મળી રહી છે. જેને કારણે વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. પેટ્રોલની આ અછતને લઇ સંચાલકોએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, 'રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવે છે. જેના કારણે પેટ્રોલની અછત સર્જાઈ છે.'

અમદાવાદના બોપલના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલનો સ્ટોક ખૂટ્યો

બીજી બાજુ અમદાવાદમાં બોપલના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલનો સ્ટોક ખૂટ્યો હોવાનું સામે આવ્યું છે. આંબલી ખાતેના HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટ્યું. પેટ્રોલનો સ્ટોક ન હોવાના કારણે લોકો પરત જઈ રહ્યાં છે. છેલ્લાં 3 દિવસથી પેટ્રોલનો સ્ટોક નથી આવી રહ્યો. પેટ્રોલ ન મળતા લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ તેની અસર થઈ રહી છે.

ગઇકાલે પણ અમદાવાદના કેટલાંક પેટ્રોલ પંપો પર પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો

ખાડી દેશોએ ભારતને ઈંધણ આપવાનો ઈન્કાર કરી દીધો હોવાની લોકોમાં અફવા ફેલાઈ હતી. જે બાદ ગઇકાલે VTVની ટીમે અમદાવાદના  પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર પેટ્રોલનો જથ્થો ખૂટ્યો હોવાનું સામે આવ્યું હતું. માનસી સર્કલ પરના પંપ પર પેટ્રોલનો સ્ટોક ખુટ્યો હતો. છેલ્લાં 2 દિવસથી પંપ પર  પેટ્રોલનો સ્ટોક આવ્યો નથી.પેટ્રોલ ન હોવાથી લોકો ધક્કા ખાઈ પરત ફરી રહ્યાં છે.પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા પેટ્રોલ વિતરણ હાલ આ પંપ પર બંધ કરવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી પેટ્રોલને લઇ અનેક અટકળો ચાલી રહી છે તેમાં અમદાવાદમાં ગણ્યા ગાંઠ્યા પેટ્રોલ પંપ પર જ અછત સર્જાઇ હોય તેવુ લાગી રહ્યું છે.

ઈંધણની અછત માત્ર અફવા, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ: ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ

આ સાથે ગઇકાલે વલસાડમાં સુશાસનના 8 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પેટ્રોલ-ડીઝલની અછતને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'ઈંધણની અછત માત્ર અફવા છે. અત્યારે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે. વધુમાં તેમણે કહ્યું કે, સરકારે વીજ કટોકટી મામલે જે પ્રકારે પગલાં ભર્યા છે, તે પ્રકારે આ મુદ્દે પણ સરકાર પ્લાનિંગ કરી રહી છે. અત્યારે રાજ્યમાં ઈંધણની કોઈ પ્રકારની અછત નથી. જેથી લોકોએ આ પ્રકારની અફવાથી દૂર રહેવું જોઈએ.'

ગઇકાલે આણંદ જિલ્લાના પેટ્રોલ પંપ પર લાગી હતી લાંબી લાઈનો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આણંદ જિલ્લાના 60 ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગ્યા હતા. પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને અંદાજીત 30 લાખ વાહન ચાલકો પ્રભાવિત થયા છે. અપૂરતા જથ્થાને લઈને આણંદ જિલ્લાના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી.

અરવલ્લીના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી ખેડૂતો પરેશાન

બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ડીઝલની શોર્ટેજથી ખેડૂતો પરેશાન થયા હતા. જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, સરહદી જિલ્લામાં ડીઝલની સૌથી મોટી માંગ હોય છે. ખેતર ખેડવામાં ટ્રેક્ટર ચલાવવા ડીઝલની સૌથી વધારે જરૂર પડતી હોય છે. એવાં સમયે ડીઝલની શોર્ટેજ વચ્ચે અરવલ્લીમાં પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી હતી.

પાલનપુરમાં પૂરતા પ્રમાણમાં મળે છે પેટ્રોલ-ડીઝલ

આજે પાલનપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર VTVએ રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણ માં હોવાનું સંચાલકો એ જણાવ્યું હતું.હાલ માં પેટ્રોલ પંપ ઉપર ડીઝલનું વેચાણ ચાલુ છે. કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જે ગ્રાહકો આવે છે તેમને પૂરતું ડીઝલ મળે રહે છે. વાહન ચાલકોએ પણ જણાવ્યું કે અમુક પેટ્રોલ પંપ ઉપર જ પેટ્રોલ- ડીઝલ મળતું નથી તેવી અફવાઓનું વાતાવરણ ગરમાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ