બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking explanation in Jamnagar juvenile suicide case, action taken due to a video, complaint against 4 friends

ખુલાસો / જામનગરમાં કિશોર આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, એક વીડિયોને કારણે ભર્યું પગલું, 4 મિત્રો સામે ફરિયાદ

Vishal Khamar

Last Updated: 11:47 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં બે દિવસ પૂર્વે થયેલી કિશોરની આત્મહત્યામાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતકવીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવા આરોપીઓએ રૂપિયા માંગ્યા હતા. હાલ તો પોલીસે મૃતકનાં 4 મિત્રો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • જામનગરમાં બે દિવસ પૂર્વે કિશોરે કરેલ આત્મહત્યામાં ચોંકાવનારો ખુલાસો
  • મૃતકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં કરાયો હતો જાહેર
  • વીડ઼િયો હટાવવા આરોપીઓએ મૃતક પાસે માંગ્યા હતા રૂપિયા

જામનગરમાં બે દિવસ પૂર્વે વીજરખી ડેમમાં ઝંપલાવી કિશોરે આત્મહત્યા કરી લીધી હતી.  જે મામલે પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકે તેનાં મિત્રોનાં ત્રાસનાં કારણે મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવવા પામ્યું છે. 

પોલીસે મૃતકનાં ચાર મિત્રો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

મળતી માહિતી મુજબ જામનગરમાં મહારાજા સોસાયટીમાં રહેતા મૃતક યુવકને તેનાં જ ચાર મિત્રોએ ભેગા મળી માર માર્યો હતો. જેનો વીડિયો બનાવી મૃતક યુવકનાં મિત્રો દ્વારા  સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે બાદ સગીર યુવક દ્વારા વીડિયો હટાવાવા બાબતે અવાર નવાર મૃતક પાસે રૂપિયા માંગ્યા હતા. ત્યારે મૃતકનાં મિત્રો દ્વારા મૃતક યુવક પાસે 30 હજારની માંગ કરી મૃતકને શારીરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સમગ્ર મામલે પોલીસે મૃતકનાં 4 મિત્રો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Explanation complaint against friends jamnagar suicide of a teenager કિશોરની આત્મહત્યા ખુલાસો જામનગર મિત્રો સામે ફરિયાદ jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ