બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / sharad purnima 2023 date astrological benefits of eating kheer

આસ્થા / Sharad Purnima 2023: આજના દિવસે ચાંદનીમાં રાખેલી ખીર ખાવાથી થશે 5 મોટા ફાયદા, માતા લક્ષ્મીજી કરશે ધનનો વરસાદ

Arohi

Last Updated: 08:50 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Purnima 2023: આજે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર મુકી થોડા સમય બાદ તેને ખાવામાં આવે છે. આ ખીર ખાવાના ફાયદા શું છે આવો જાણીએ...

  • આજે 28 ઓક્ટોબરે છે શરદ પૂનમ
  • શરદ પૂનમની રાત્રે ખાવામાં આવે છે ખિર
  • આમ કરવાથી પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીનો આશીર્વાદ 

આજે 28 ઓક્ટોબર શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની છાયા હેઠળ ખીરને થોડી વાર મુકીને તેને ગ્રહણ કરવામાં આવે છે. શરદ પૂનમની ચાંદનીમાં મુકેલી ખીર ખાવાથી વ્યક્તિને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તેના બીજા પણ ઘણા ફાયદા હોય છે. પરંતુ આજે શરદ પૂનમની રાત્રે ચંદ્ર ગ્રહણ લાગશે અને તેનું સૂતક બપોરથી પ્રારંભ થશે. પછી તમે શરદ પૂનમની ખીર કેવી રીતે ખાઈ શકશો? જાણો ચંદ્ર ગ્રહણના કારણે પૂનમની ખીર ક્યારે ખાઈ શકાય? 

શરદ પૂનમ પર ચંદ્ર ગ્રહણ અને સૂતક કાળ 
ચંદ્ર ગ્રહણ સમયઃ રાત્રે 1.06 વાગ્યાથી 2.22 વાગ્યા સુધી. 
ચંદ્ર ગ્રહણનો સૂતક કાળઃ આજે બપોરે 2.52 વાગ્યાથી. 

કયા સમયે મુકશો શરદ પૂનમની ખીર? 
ચંદ્ર ગ્રહણના પૂર્ણ થયા બાદ શરદ પૂનમની ખીરને ચંદ્રની રોશનીમાં રાખી શકાશે. જ્યોતિષમાં તિથિની ગણતરી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી હોય છે. એવામાં શરદ પૂર્ણિમા આજે સૂર્યાદયથી લઈને સૂર્યોદય સુધી રહેશે. ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ચોખા, દૂધ અને ખાંડથી ખીર બનાવો. પછી તેને ખુલા આકાશની નીચે ચંદ્રની રોશનીમાં મુકો. પછી તેને થોડા સમય બાદ ખાઈ લો. 

શરદ પૂનમની ખીર ખાવાના ફાયદા 

  1. શરદ પૂનમની ખીર બનાવીને તમે માતા લક્ષ્મીને ભોગ લગાવો. પછી તેને ખાઓ. તારા પર માતા લક્ષ્મી પ્રસન્ન થશે. 
  2. શરદ પૂનમની ખીરનું સેવન કરવાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થાય છે. દૂધ, ખાંડ અને ચોખા ત્રણેય વસ્તુ ચંદ્રમા સાથે જોડાયેલી વસ્તુઓ છે. જો તમે શરદ પૂનમ પર ખૂર બનાવીને દાન કરો છો તો તમારી કુંડળીમાં ચંદ્ર દોષ દૂર થાય છે. 
  3. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્રમાના કિરણમાં અમૃત સમાન ઔષધી ગુણ હોય છે. ચંદ્રમાના કિરણો જ્યારે ખીરમાં પડે છે તો તે ખીરને અમૃતના ગુણ વાળી માનવામાં આવે છે. શરદ પૂનમની ખીર ખાવાથી વ્યક્તિ સ્વસ્થ્ય રહે છે અને ત્વચાની ચમક વધે છે. 
  4. શરદ પૂનમની ખીર ખાવાથી મન અને શરીર બન્ને શીતળ રહે છે. જે કોઈ પણ રોગોમાં લાભકારક માનવામાં આવે છે. 
  5. જો તમે શરદ પૂનમ પર ચાંદીના વાસણમાં ખીરને ચાંદનીમાં મુકો છો તો તેના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ