બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Sharad Pawars NCP collapsed due to Rahul Gandhi

રાજ'કારણ' / 'રાહુલ ગાંધીના કારણે તૂટી શરદ પવારની NCP', એક ક્લિકમાં સમજો મહારાષ્ટ્રમાં કેમ થયું 'ખેલા હોબે', અંદરની વાત આવી સામે

Kishor

Last Updated: 04:24 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષી એકતાની ક્વાયાત વચ્ચે એનસીપીના નેતાઓ કોઈ પણ કાળે એવું નથી ઇચ્છતા કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર બને.જે ભંગાણનું મુખ્ય કારણ હોય શકે!

  • NCP અજીત પવારે Dy.CM પદના શપથ લીધા  
  • એનસીપીમાં સર્જાયેલ ભંગાણનું આવું છે કારણ
  • રાહુલ ગાંધી હોય શકે છે જવાબદાર

એક બાજુ 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષો એક થવાની તૈયારી દર્શાવી આ દિશામાં મથામણ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પાવરએ પાડેલા ખેલને લઇને વિપક્ષી એકતાને આંચકો લાગ્યો છે.એનસીપીના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર 18 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યાં છે. જેની પાછળનું કારણ એવું છે કે એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારને સમર્થન આપવા માંગતા હતા. પરંતુ શરદ પવારની મંજૂરી વિના આ કાર્ય અશક્ય હતું. વધુમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એનસીપીના નેતાઓ કોઈ પણ કાળે એવું નથી ઇચ્છતા કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના દાવેદાર બને. આથી એનસીપીમાં સર્જાયેલ ભંગાણનું કારણ આ પણ હોઈ શકે છે.

વિપક્ષી એકતાની કવાયતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું

નોંધનીય છે કે છેલ્લા એકાદ વર્ષથી એનસીપીમાં ખારખેદ અને આંતરિક ટાંટિયાખેંચ વધુ જોવા મળતી હતી. ખુલ્લેઆમ નહીં પરંતુ શરદ પવારથી અંદરખાને અજીત પવાર અનેક વખત પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપતા દેખાયા હતા. ઘણી વખત તો ભાજપને સમર્થન આપવાની વાત પણ કરી હતી. બીજો બાજુ ઇડી, સીબીઆઇ સહિતની એજન્સીની નોટિસ બાદ પાર્ટીના અન્ય નેતાઓનો પણ સુર બદલ્યો હતો અને ભાજપ ગઠબંધન સરકારને સમર્થન આપવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે થોડા દિવસ અગાઉ શરદ પવારે સન્યાસ લેવાની જાહેરાત કરી સમગ્ર પ્રકરણ ટાઢું પાડવા માટે કવાયત કરી હતી. પરંતુ તેમાં પણ તેની કોશિશ ઉલટી પડી અને હવે વિપક્ષી એકતાની કવાયતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

એટલે ભાજપની સમર્થન આપવાની તૈયારી દર્શાવી દીધી
તાજેતરમાં જ પટનામાં યોજાયેલી વિપક્ષે પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને દુલ્હા બની જવા મામલે નિવેદન આપ્યું હતું. લાલુ યાદવના આ નિવેદનને અનેક લોકોએ રાજકીય અર્થ કાઢ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષે દળોની એકતા બાદ તેનું નેતૃત્વ રાહુલ ગાંધીને કરવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ હિસાબે તેઓ આગામી લોકસભામાં વિપક્ષનો ચહેરો અને વડાપ્રધાન દાવેદાર બની શકે તેમ હોવાથી અમુક નેતાઓમાં વિરોધ હતો. સૂત્રોનું માન્ય તો એનસીપીના ઘણાં નેતાઓ એવા છે જે લોકસભાની ચૂંટણી કોંગ્રેસની સાથે રહીને લડવા માંગતા નથી. આવી સ્થિતિમાં અજીત પવારનો સંકેત મળતાની સાથે જ તેઓએ ભાજપની સમર્થન આપવાની તૈયારી દર્શાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ