બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Shamlaji Dakor ISKCON Temple celebrates Krishna Janmotsava

ઉત્સાહ / ગુજરાતભરમાં જન્માષ્ટમીની ધૂમ: દ્વારકામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ, શામળાજી-ડાકોરથી લઈને ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ

Kishor

Last Updated: 07:51 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં જન્માષ્ટમીને લઈને ભક્તો ઊજવણી માટે અધીરા બન્યા છે. જગત મંદિર, શામળાજી-ડાકોરથી લઈને ઈસ્કોન મંદિરમાં અનેરા શણગાર કરવામાં આવ્યા છે.

  • દ્વારકા નગરી બની કાનઘેલી 
  • આયોજકો દ્વારા તડામાર તૈયારીને અપાતો આખરી ઓપ
  • ભકતોમાં અનેરો થનગનાટ

આખું વર્ષ ભક્તો જે અવસરની અધિરા બનીને રાહ જોતા હોય છે તે કાન જન્મની રળિયામણી ઘડી આવી રહી છે. જેને લઈને ભક્તોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આ અવસર ઉજવવો એ સૌભાગ્ય ગણાય છે. જેથી આ ક્ષણના સાક્ષી બનવા કૃષ્ણ ભક્તો ઉમટી પડતા હાલ યાત્રાધામ દ્વારકાના આંગણે ભક્તોનો વિશાળ દરિયો ઘૂઘવી રહ્યો છે. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું આનેરું મહત્વ છે.

વ્યાતિભવ્ય આતાશબાજી સાથે વ્હાલાના વધામણા
યાત્રાધામ દ્વારકામાં શ્રી જગત મંદિરમાં જગતના નાથ શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવવામાં આવશે. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જેમાં જગત મંદિરને નયનરમ્ય રોશનીથી શનગારાયું છે. જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દ્વારકાની શેરી- ગલીઓ અને પ્રમુખ માર્ગોને અવનવી લાઈટના જગજગારા સાથે શણગારવામાં આવ્યા છે. રાત્રે ભગવાનના જન્મ સમયે ભવ્યાતિભવ્ય આતાશબાજી સાથે વ્હાલાના વધામણા અને નંદ ઘેર આનંદ ભયોના નાદ દ્વારકાના ગગનમાં ગુંજશે 

લોખંડી બંદોબસ્ત
દ્વારકામાં 7 સપ્ટેમ્બરે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે  1 SP, 7 DySP, 18 PI, 63 PSI સહિત કુલ 1600 જેટલા પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.. આ સાથે જ અલગ અલગ ટીમો બનાવીને શહેર અને મંદિર પરિસરમાં બંદોબસ્તમાં ગોઠવવવામાં આવશે. આ સાથે જ સીસીસીટી માટે બે કંટ્રોલરૂમમાં ટીમ કાર્યરત રહેશે. 

કૃષ્ણના વસ્ત્રનું ભરતકામ કોલકાતા,સુરત અને રાજકોટ કરાયું

ભગવાન દ્વારિકાધીશ માટે વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. કાળીયા ઠાકરને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે અને રત્નજડિત આભૂષણ પણ ચઢાવવામાં આવશે. સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો અર્પણ કરાશે. ભગવાન કૃષ્ણના વસ્ત્રનું ભરતકામ કોલકાતા,સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું હતુ. બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનોના સહયોગથી જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100 જેટલી મટકી બાંધવામાં આવી છે. તો રણછોડરાયની ભવ્ય શોભાયાત્રા કાઢવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.


ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમીને હવે માત્ર એક દિવસ બાકી છે. આવા સંજોગોમાં અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભગવાનના જન્મજયંતિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત ઘરમાં પધરાવેલા ઠાકોરજીની ઉજવણીને લઈ પાલખીઓ, ભગવાન કૃષ્ણની મૂર્તિઓ અને ઝાંખીઓ સજાવવા માટે વસ્તુઓની શોધમાં લોકોની ભીડ બજારોમાં જોવા મળે છે.


દ્વારકા મંદિરના મહારાજ પ્રણવ મહારાજે કહ્યું કે આવતીકાલે સવારે સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે. બાદમાં ખુલા પડદે ભગવાનને સનાનાભિશેક કરાશે. બાદમાં દ્વારકાધીશને કેસરિયા વાઘા પહેરવાશે. જે ખાસ વૃંદાવનની મંગાવાયા છે. ત્યારબાદ ભગવાનને ભોગ ધરાવવામાં આવશે. મંદિર બપોરે 1 થી 5 બંધ રહેશે. 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ પછી 2.30 વાગ્યા સુધી ભક્તો કરી શકશે. તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રધ્ધા પૂરવક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટઅને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિરને લાઈટોની રોશની, આસોપાલવ, કેળ , વાંસનાતોરણો બાંધી શણગારવામાં આવ્યું છે.

  • મંદિર ખુલશે સવારે 6:૦૦ કલાકે 
  • મંગળા આરતી સવારે 6:45 કલાકે 
  • શણગાર આરતી સવારે 9.15 કલાકે 
  • મંદિર બંધ થશે (રાજભોગધરાવવામાં આવશે) સવારે ૧૧:૩૦ કલાકે 
  • મંદિર ખુલશે ( રાજભોગ આરતી) બપોરે ૧૨:૧૫ કલાકે 
  • મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે) બપોરે ૧૨.૩૦ કલાકે 
  • ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે ૨:૧૫ કલાકે 
  • સંધ્યા આરતીસાંજે ૭:૦૦ કલાકે 
  • શ્રી કૃષ્ણનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે 
  • જન્મોત્સવ આરતી રાત્રે 12.30 કલાકે 
  • શયન આર્તાઈ રાત્રે 12.45 કલાકે 
  • મંદિર મંગલ ( બંધ ) રાત્રે 01 .00 કલાકે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ