બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / sex racket in hotel spa foreigner prostitute police raid many girls released

વૈશ્યાવૃતિ / સુરતની હોટલ-સ્પામાં ચાલી રહેલા 'સેક્સ બજાર'માં ઝડપાઈ 197 છોકરીઓ, ઘણી વિદેશીઓ

Hiralal

Last Updated: 05:45 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં હોટલ-સ્પામાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા વૈશ્યાવૃતિના રેકેટમાંથી 197 છોકરીઓને બહાર કાઢી છે.

  • સુરતમાં પોલીસે હોટલ-સ્પાના દરોડામાં ઝડપી 197થી વધુ છોકરીઓ
  • છોકરીઓને તેમના ઘેર મોકલવાનો બંદોબસ્ત
  • એક અઠવાડિયામાં 602 હોટલ-સ્પામાં દરોડા

ગુજરાતમાં સુરત પોલીસે એક અઠવાડિયાની અંદર 602 હોટલ અને સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બાદ માનવ તસ્કરીના 16 કેસ નોંધવામાં આવ્યા છે. સાથે જ નિયમોનું પાલન ન કરતા 188 હોટલ-સ્પા સેન્ટરના નામ પણ સામે આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી હોટલો અને સ્પા પોલીસના રડારમાં પ્રથમ હતા જે શાળા અથવા કોલેજોની નજીક છે. આ કાર્યવાહી બાદ અનેક હોટલ અને સ્પા સેન્ટરનું લાયસન્સ રદ કરવામાં આવશે.

હોટલો અને મસાજ પાર્લરોમાં ગેરકાયદેસર 'સેક્સ બિઝનેસ' પર તવાઈ 
રિપોર્ટ મુજબ સુરતની હોટલ-સ્પામાં ચાલતા 'સેક્સ માર્કેટ' પર પોલીસની કાર્યવાહી ઘણા અઠવાડિયાથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 90 કેસ નોંધાયા છે. આ સાથે જ પોલીસે ગેરકાયદે કામ કરતા 62 આરોપીઓની ધરપકડ કરી છે. આ હોટલો અને મસાજ પાર્લરોમાં ગેરકાયદેસર રીતે 'સેક્સ બિઝનેસ' ચાલતો હતો.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આ વર્ષે ગેરકાયદેસર વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓમાં સામેલ 197 છોકરીઓને વૈશ્યાવૃતિમાંથી બહાર કાઢવામાં આવી છે જેમાં 52 વિદેશી છોકરીઓ પણ સામેલ છે. 

સેક્સ બજાર પર ચાલ્યો ગુજરાત પોલીસનો હથોડો 
ગુજરાત પોલીસે ભૂતકાળમાં રાજ્યભરમાં સેંકડો સ્થળોએ દરોડા પાડ્યા હતા. મસાજ પાર્લર અને હોટલોમાં ચાલતા 'સેક્સ બિઝનેસ' સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સુરત પોલીસે તે હોટલો સામે કડક કાર્યવાહી કરી છે, જ્યાં રજિસ્ટરમાં નામ નોંધાવ્યા વિના રૂમ બુક કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ વર્ષે સુરતમાં અત્યાર સુધીમાં 197 છોકરીઓને "દેહ વ્યાપાર" માંથી બચાવી લેવામાં આવી છે. જેમાં 145 ભારતીય યુવતીઓ અને 52 વિદેશી યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે આવી હોટલો અને મસાજ પાર્લર સામે ગુનો નોંધ્યો છે. ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ આ રેડ રાજ્યના તમામ જિલ્લામાં કરવામાં આવી રહી છે. દરોડા બાદ તેમાં સામેલ યુવતીઓને બહાર કાઢવામાં આવી રહી છે.

વૈશ્યાગિરીમાંથી બચાવાયેલી છોકરીઓ ફરી આવું કામ શરુ નહીં કરે તેની શું ગેરન્ટી

પોલીસે તો ઉત્તમ કામ કરીને છોકરીઓને વૈશ્યાવૃતિમાંથી બચાવી લીધી છે પરંતુ હવે સારી રીતે આજીવિકા કમાવવાનું કામ છોકરીઓનું છે. પરંતુ આ બધમાં સૌથી મોટો સવાલ એ છે કે વૈશ્યાગિરીમાંથી બચાવાયેલી છોકરીઓ ફરી આવું કામ શરુ નહીં કરે તેની શું ગેરન્ટી? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ