બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / See what Mohan Bhagwat said about the method of worship of God

નિવેદન / 'સૌના રસ્તા અલગ-અલગ પરંતુ લક્ષ્ય એક', પૂજા પદ્ધતિને લઇ જુઓ શું બોલ્યા મોહન ભાગવત

Priyakant

Last Updated: 01:06 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, ધર્મો એ અલગ-અલગ માર્ગો છે જેને લોકો એક જ ધ્યેય સુધી પહોંચવા માટે અનુસરે છે

  • મોહન ભાગવતે કહ્યું, અંતિમ જ્ઞાનનું સ્વરૂપ એટલે સત્યની ઉપાસના 
  • પૂજા કરવાની લોકોની રીત અલગ-અલગ હોઈ શકે પરંતુ ઈરાદો એક જ: મોહન ભાગવત
  • ધર્મોએ અલગ-અલગ માર્ગો, જેને લોકો એક જ ધ્યેય સુધી પહોંચવા માટે અનુસરે છે: ભાગવત

RSSના વડા મોહન ભાગવતે દિલ્હીના લાલ કિલ્લા સંકુલમાં ચાર વેદોમાંના એક 'સામવેદ'ના ઉર્દૂ અનુવાદને લોન્ચ કર્યું હતું. કોઈપણ વેદનો આ પ્રથમ ઉર્દૂ અનુવાદ છે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુર્રાનીએ નવી દિલ્હીમાં આ અંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાગવતે કહ્યું કે, ભગવાનની પૂજા કરવાની લોકોની રીત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેમનો ઈરાદો એક જ છે. આપણે સમજવું જોઈએ કે, ધર્મો એ અલગ-અલગ માર્ગો છે જેને લોકો એક જ ધ્યેય સુધી પહોંચવા માટે અનુસરે છે. 

RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન 
મોહન ભાગવતે કહ્યું કે, કેટલાક ભૂમિની પૂજા કરે છે, કેટલાક પાણીની પૂજા કરે છે અને કેટલાક અગ્નિની પૂજા કરે છે પરંતુ તમામ ધર્મો એક જ ધ્યેય અથવા લક્ષ્ય તરફ દોરી જાય છે. તેને સમુદાયો વચ્ચે દુશ્મનાવટ કે સંઘર્ષનું કારણ ન બનાવવું જોઈએ. ભગવાનની ઉપાસના કરવાની રીતો અલગ-અલગ હોઈ શકે, હેતુ કે પ્રેરણા એક જ રહે છે. આપણે પૂજાના વિવિધ માધ્યમો પર લડવું ન જોઈએ. 

વાત જાણે એમ છે કે, શુક્રવારે (17 માર્ચ) આરએસએસના વડાએ નવી દિલ્હીમાં પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા ઇકબાલ દુર્રાની દ્વારા હિંદુ ધર્મના ચાર વેદ અથવા ગ્રંથોમાંથી એક સામવેદના પ્રથમ ઉર્દૂ અનુવાદના લોન્ચ પર ટિપ્પણી કરી હતી. સામવેદને ધર્મનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. 

શું કહ્યું RSS વડાએ ? 
નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગવતે કહ્યું કે, લોકો ઘણી બાજુથી પર્વત પર ચઢે તો પણ તેઓ એક જ શિખર પર પહોંચી જશે. દુનિયા અત્યારે હિંસાથી ભરેલી છે. ભગવાનની ઉપાસના કરવાની રીતો અલગ-અલગ હોઈ શકે, હેતુ કે પ્રેરણા એક જ રહે છે. આપણે પૂજાના વિવિધ માધ્યમો પર લડવું ન જોઈએ. 

સામવેદનો ઉર્દૂમાં અનુવાદ 
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુર્રાનીએ સામવેદનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. તેમનું માનવું છે કે, આ પુસ્તક પ્રેમનું ભજન છે જે દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. દુર્રાનીએ કહ્યું કે, મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહે ઉપનિષદોનું ઉર્દૂમાં અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તેનો પ્રયાસ સફળ થાય તે પહેલા તેના ભાઈ ઔરંગઝેબે તેની હત્યા કરી દીધી હતી. આ દિશામાં કામ 400 વર્ષથી અટકેલું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ હિંદુ ધર્મગ્રંથોને ઉર્દૂમાં અનુવાદિત કરવાનો નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ