બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / See how Gujaratis live inside tents during the Amarnath Yatra as the season deteriorates

વ્યથા / VIDEO: અમરનાથ યાત્રામાં મોસમ બગડતા ટેન્ટની અંદર જુઓ કઈ રીતે રહે છે ગુજરાતીઓ, કહ્યું ભાઈ તાવ આવે છે પણ...

Priyakant

Last Updated: 03:27 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2023 News: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવ્યા બાદ ગુજરાતનાં 30 શ્રદ્ધાળુઓ ફસાયા, ગુજરાત સરકારને કરી મદદની અપીલ

  • ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત 
  • ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરની વિસ્તારમાં
  • છેલ્લા 3 દિવસથી શ્રદ્ધાળુઓ અમરનાથમાં ફસાયા

1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. વાતાવરણ ખરાબ હોવાના કારણે ગઇકાલે બાલટાલ અને નુનવાનમાં શ્રી અમરેશ્વર ધામની તીર્થ યાત્રાને રોકી દેવામાં આવી છે. આ તરફ હવે ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરની વિસ્તારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરમાં ફસાયા 
લખો લોકોના આસ્થાનું કેન્દ્ર અમરનાથ ધામ મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતાં હોય છે. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આ તરફ ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરની વિસ્તારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 3 દિવસથી વરસાદને કારણે યાત્રિકો ફસાયા છે. 

સુરતના 10 અને વડોદરાના 20 લોકો ફસાયા 
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ અમરનાથના પંચતરની વિસ્તારમાં  30 શ્રદ્ધાળુઓ ફસાયા છે. જેમાં સુરતના 10 અને વડોદરાના 20 લોકો ફસાયા  હોવાની માહિતી સામે આવી છે. આ તરફ હવે તમામ ચીજ વસ્તુઓના ડબલ ભાવ હોવાને કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. જેને લઈ હવે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. 

શું કહ્યું શ્રદ્ધાળુઓ ? 
અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓએ વિડીયો બનાવી સરકારની મદદ માંગી છે. શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે, અહીં બહુ ઠંડી છે, ગાદલાં ભીના થઈ ગયા છે, રહેવાતું નથી, તાવ આવી ગયો છે. વિડીયોમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, અમે ત્રણ દિવસથી અહીં ફસાયા છીએ. માઇનસ 2 ડિગ્રી તાપમાન છે. અહીં બરફ પડી રહ્યો છે. 

નોંધનીય છે કે, ખરાબ હવામાનના કારણે કોઈ પણ તીર્થ યાત્રીને પવિત્ર ગુફાની તરફ જવાની પરવાનદી નથી આપવામાં આવી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ જણાવ્યા અનુસાર સ્થિતિ સુધરશે ત્યાર બાજ જ શ્રદ્ધાળુઓને આગળની તીર્થ યાત્રાની પરવાનગી આપવામાં આવશે. અમરનાથ યાત્રાને લઈને સેનાના જવાન સુરક્ષા વ્યવસ્થા રાખવા માટે ડ્રોન, ડોગ સ્કવોર્ડ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 3.60 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યા હતા. આ વખતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ આંકડો 6 લાખ પાર કરી જશે. 

અમરનાથ ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક 
હિંદૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી વાર્ષિક તીર્થયાત્રા, હિમાલયની વચ્ચે દક્ષિણ કશ્મીરમાં 3,880 મીટર ઉંચા પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં સ્થિત છે. અમરનાથને ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ