બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / sedentary behavior and long sitting may increase dementia risk know alzheimer disease cause and prevention

આરોગ્ય એલર્ટ / 8થી 10 કલાક ડેસ્ક જૉબ કરનારા ચેતી જજો, નહીં તો થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

Manisha Jogi

Last Updated: 08:16 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે 60 વર્ષ પછી આ બિમારી થવાનું જોખમ રહે છે, પરંતુ હાલની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જોબ કરતા લોકોને પણ આ બિમારી થઈ શકે છે.

  • લાંબા સમય સુધીને બેસીને કામ કરતા રહેવાથી બિમારીઓ થઈ શકે છે
  • ડેસ્ક જોબના કારણે થઈ શકે છે ગંભીર બિમારીઓ
  • જાણો શું કહે છે સ્ટડી?

લાંબા સમય સુધીને બેસીને કામ કરતા રહેવાથી સેંડેંટરી લાઈફસ્ટાઈલનું જોખમ રહે છે. જેના કારણે શારીરિક અને માનસિક આરોગ્યનું જોખમ રહે છે. સતત 8-10 કલાક સુધી કામ કરી રહ્યા છો, તો આરોગ્ય બાબતે એલર્ટ થઈ જવું જોઈએ. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, ડેસ્ક જોબના કારણે લાંબાગાળે ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા થવાનું જોખમ રહે છે. અલ્ઝાઈમર જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે 60 વર્ષ પછી આ બિમારી થવાનું જોખમ રહે છે, પરંતુ હાલની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જોબ કરતા લોકોને પણ આ બિમારી થઈ શકે છે.  થોડા દાયકા પહેલા એડલ્ટમાં ડિમેંશિયા અથવા અલ્ઝાઈમર થવાની સંભાવના નહોતી. WHO અનુસાર હાલમાં 55 મિલિયનથી વધુ લોકો અલ્ઝાઈમર ડિમેંશિયાથી પીડિત છે.

ફિઝીકલ એક્ટિવિટી કરવું જરૂરી

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, અડધાથી વધુ અમેરિકનો 24 કલાકમાંથી 9.30 કલાક બેસીને પસાર કરે છે. જે બ્રેઈનની ઉંમર સાથે જોડાયેલ છે. લાંબા સમય સુધી બેસી ના રહેવું જોઈએ. લાંબા સમય સુધી બેસીને ટીવી જોવું, કમ્પ્યૂટર પર કામ કરવું, ગાડી ચલાવવી કે નોન-ફિઝીકલ એક્ટિવિટીમાં શામેલ છે. 

સ્ટડી પરથી શું જાણવા મળ્યું?

નોન-ફિઝીકલ એક્ટિવિટી બ્રેઈન માટે સમસ્યાકારક છે. પ્રતિભાગીઓને એક સપ્તાહ માટે કાંડા પર એક્સેલેરોમીટર પહેરવા માટે કહેવામાં આવ્યું જે પણ ડેટા એકત્ર કરવામાં આવ્યા તે ડેટા પરથી જાણવા મળ્યું હતું કે, તેઓ કેટલા ગતિહીન છે. સ્ટડી પરથી જાણવા મળ્યું કે, જે લોકો દિવસ સતત 10 કલાક સુધી ગતિહીન રહેતા હતા, તેમને ડિમેંશિયાનું વધુ જોખમ હતું. 

આરોગ્ય નિષ્ણાંતો શું કહે છે?
સેંડેટરી લાઈફસ્ટાઈલને અનેક પ્રકારના આરોગ્યની સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે. જેમાં મેદસ્વીતા, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ શામેલ હતી. એક્ટીવ ના રહેવાને કારણે વેસ્ક્યુલર હેલ્થને પણ જોખમ રહે થે, જેથી બ્રેઈનમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ