બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / Saurashtra seat with 15% Leuva Patel, 12% Brahmins, real fight: Congress drops industrialists, AAP also strong

રાજકોટમાં કોનું રાજ / 15% લેઉવા પટેલ, 12% બ્રાહ્મણ સાથેની સૌરાષ્ટ્રની આ બેઠક પર ખરાખરીનો જંગ: કોંગ્રેસે ઉદ્યોગપતિ ઉતાર્યા, AAP પણ મજબૂત

Priyakant

Last Updated: 10:06 AM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રની આ બેઠકમાં લેઉવા પટેલ, બ્રાહ્મણ, કડીયા, લોહાણા અને સોની સમાજનું પ્રભુત્વ, ભાજપ કોને આપશે ટિકિટ ?

  • રાજકોટ દક્ષિણ બેઠકમાં જામશે ખરાખરીનો ખેલ 
  • રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસે હિતેશ વોરાને આપી ટિકિટ
  • ભાજપમાં ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી રેસમાં 
  • આમ આદમી પાર્ટીએ પણ શિવલાલ બારસિયાને ટીકીટ આપી 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે દરેક પક્ષો ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. તેવામાં 15% લેઉવા પટેલ, 12% બ્રાહ્મણ સાથેની સૌરાષ્ટ્રની રાજકોટ દક્ષિણ બેઠકમાં પણ રાજકારણ ગરમાયું છે. રાજકોટ દક્ષિણ બેઠક ઉપર હાલ ભાજપમાંથી હાલ ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે. ભાજપમાં ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી રેસમાં છે. તો કોંગ્રેસે દક્ષિણ બેઠકમાં હિતેશ વોરાને ટિકિટ આપી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પણ શિવલાલ બારસિયાને ટીકીટ આપી છે.    

રાજકોટ દક્ષિણ બેઠકનું શું છે ગણિત ? 

સૌરાષ્ટ્રની રાજકોટ દક્ષિણ બેઠકમાં લેઉવા પટેલ, બ્રાહ્મણ, કડીયા, લોહાણા અને સોની સમાજનું પ્રભુત્વ છે. આ સાથે કુલ મતદારો પૈકી લેઉવા પટેલ 15%, બ્રાહ્મણ 12%, કડીયા 10%, લોહાણા 9% અને સોની 9% અને અન્ય 43% છે. તેવામાં હવે ભાજપ દ્વારા પણ ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી કે પછી અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. રાજકોટ દક્ષિણ બેઠક વિધાનસભા 70માં કુલ 2,58,673 મતદારો છે. જેમાં 1,32,933 પુરુષ મતદારો અને 1,25,736 સ્ત્રી મતદારો છે. 

કોંગ્રેસે કોને આપી છે ટિકિટ ? 

રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ બેઠકમાં કોંગ્રેસે હિતેશ વોરાને ટિકિટ આપી છે.  
હિતેશ વોરા લેઉવા પાટીદાર અને યુવા ઉદ્યોગપતિ છે. આ સાથે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી. જેમાં હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને નાની ઉંમરે મોટી જવાબદારી આપી છે અને હું ચૂંટણી માટે તૈયાર છું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ બેઠકમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે.આ વખતે દક્ષિણ બેઠકમાં કોંગ્રેસની જીત થશે. 

ભાજપમાં કોના નામની ચર્ચા ? 

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકોટ દક્ષિણ બેઠક ઉપર હાલ ભાજપમાંથી હાલ ત્રણ નામો આગળ ચાલી રહ્યા છે. ભાજપમાં ગોવિંદ પટેલ, ભરત બોઘરા અને ધનસુખ ભંડેરી રેસમાં છે.  

આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવાર જાહેર 

રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. તેવામાં હવે આ ચૂંટણીમાં વિધાનસભા 70માં આપના ઉમેદવાર પણ મજબૂત છે. આમ આદમી પાર્ટીએ શિવલાલ બારસિયાને ટિકિટ આપી છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ