બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan will be seen romancing with Kartik Aryan in Aashiqui 3! Big update regarding upcoming film

મનોરંજન / Aashiqui 3માં કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી નજરે પડશે સારા અલી ખાન! સામે આવી ફિલ્મને લઇ મોટી અપડેટ

Megha

Last Updated: 08:51 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aashiqui 3 Film: કાર્તિક આર્યનની ફિલ્મ 'આશિકી 3' માટે હજુ સુધી કોઈ લીડ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી નથી. આ બધા વચ્ચે ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.

  • 'આશિકી 3' ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી
  • કાર્તિક-સારાને સાથે લાવવા માંગે છે અનુરાગ બાસુ 
  • સારાને પણ કરવું છે કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કામ  

Aashiqui 3 Film: સારા અલી ખાન આ દિવસોમાં અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન દીનો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ કાર્તિક આર્યન પણ અનુરાગ બાસુ સાથે 'આશિકી 3'નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે અને રસપ્રદ વાત એ છે કે 'આશિકી 3' માટે હજુ સુધી કોઈ લીડ અભિનેત્રીને ફાઈનલ કરવામાં આવી નથી. આ બધા વચ્ચે 'આશિકી 3' ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 

કાર્તિક-સારાને સાથે લાવવા માંગે છે અનુરાગ બાસુ 
સૂત્રોનો દાવો છે કે અનુરાગ બાસુ કાર્તિક આર્યન અને સારા અલી ખાનને ફરીથી સ્ક્રીન પર સાથે લાવવાની યોજના ધરાવે છે. બંને પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યાં છે અને અનુરાગ પણ સારાની ટેલેન્ટથી પ્રભાવિત છે.  જો કે તાજેતરના અહેવાલોમાં એવું પણ સાંભળવા મળ્યું હતું કે કન્નડ ફિલ્મ અભિનેત્રી આકાંક્ષા શર્મા કાર્તિક આર્યન સામે આ ફિલ્મમાં જોવા મળશે.  ફિલ્મ નિર્માતાઓ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ સાથે આ રોલને લઈને તેની વાતચિત ચાલી રહી છે. 

સારાને કરવું છે કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કામ  
બ્રેકઅપના આટલા લાંબા સમય બાદ સારાએ કાર્તિકની આગામી ફિલ્મ 'આશિકી 3' વિશે એવી વાત કહી કે જેને સાંભળીને ફેન્સ ફરી ઉત્સાહિત થઈ ગયા છે. એક વાતચીત દરમિયાન સારા અલી ખાને કાર્તિક આર્યનની ફિલ્મ 'આશિકી 3'માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "મને હજુ સુધી 'આશિકી 3' ઓફર કરવામાં આવી નથી પણ જો મને આ ફિલ્મની ઓફર કરવામાં આવશે તો મને તે ગમશે અને હું ચોક્કસપણે હા કહીશ.' 

સારા અને કાર્તિક એકબીજાને ડેટ કરતાં હતા 
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની કેમેસ્ટ્રી વિશે આજે પણ લોકો ચર્ચા કરે છે. તેમની ઓન-સ્ક્રીન બોન્ડિંગ વર્ષ 2020ની ફિલ્મ 'લવ આજ કલ' ફિલ્મમાં જોવા મળી હતી, ભલે એ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી નહતી પણ ચાહકો હજુ પણ તેમને પડદા પર સાથે જોવા ઈચ્છે છે. એક સમયે એવી વાત પણ સામે આવી હતી કે 'લવ આજ કલ' દરમિયાન સારા અને કાર્તિક એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા પણ ફિલ્મ ફ્લોપ થયા બાદ બંને કોઈ કરણોસર અલગ થઈ ગયા હતા. આ સાથે જ સારા અલી ખાને કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં કાર્તિક સાથે રિલેશનશિપમાં હોવાની કબૂલાત કરી હતી. 

જણાવી દઈએ કે હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 'આશિકી 3'ના મેકર્સ ફિલ્મ માટે સારા સાથે વાતચીત કરી રહ્યા છે. આ રિપોર્ટના લગભગ એક મહિના પછી સારાએ કહ્યું હતું કે તે 'આશિકી 3'માં કામ કરવા માંગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ