બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan arrives to meet Mamata Banerjee in Kolkata, Didi warmly welcomes Bhaijaan

VIDEO / કોલકાતામાં મમતા બેનર્જીને મળવા પંહોચ્યો સલમાન ખાન, દીદી એ ભાઈજાનનું કર્યું ઉષ્માભેર સ્વાગત

Megha

Last Updated: 12:28 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મમતા બેનર્જી સાથેની મુલાકાત સમયે પોતાની કારમાંથી ઉતરતાની સાથે જ સલમાન ખાને મમતા બેનર્જીના ઘરની બહાર હાજર મીડિયા ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું. તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો.

  • સલમાન ખાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી
  • દર વર્ષે સલમાન ખાન ધ-બેંગ ટૂર કરે છે
  • મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સલમાનનું સ્વાગત કર્યું હતું

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. બંનેની મુલાકાત કાલીઘાટ સ્થિત બેનર્જીના ઘરે થઈ હતી. કોલકાતાની આ મુલાકાત સલમાનની સુરક્ષા સામે ખતરા વચ્ચે થઈ રહી છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે બોલિવૂડ સુપરસ્ટારને આ વર્ષે જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના પગલે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દર વર્ષે સલમાન ખાન ધ-બેંગ ટૂર કરે છે. આ ફંક્શન ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામોને એકસાથે લાવે છે. ધ-બેંગ ટુરમાં ઘણા મોટા સ્ટાર્સ પરફોર્મ કરે છે.

મમતા બેનર્જી સાથેની મુલાકાત સમયે પોતાની કારમાંથી ઉતરતાની સાથે જ સલમાન ખાને મમતા બેનર્જીના ઘરની બહાર હાજર મીડિયા ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું. તેની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સલમાનનું સ્વાગત કર્યું હતું અને બંનેએ સાથે મળીને ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા. 

સલમાન ખાન અને મમતા બેનર્જી વચ્ચે લગભગ અડધા કલાક સુધી મુલાકાત ચાલી હતી. ભાઈજાન મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી કાર્યક્રમ માટે રવાના થયા હતા. જો કે બંને વચ્ચે શું થયું તે હજુ જાણવા મળ્યું નથી.જો કે આયોજકોએ અગાઉ કહ્યું હતું કે તેઓ કલાકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ અધિકારીઓની મદદ માંગી રહ્યા છે. 

સલમાન ખાન તેની ધ-બેંગ ટૂર માટે શુક્રવારે સાંજે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, પ્રભુ દેવા અને આયુષ શર્મા હતા. સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' કો-સ્ટાર પૂજા હેગડે પણ કોન્સર્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ