બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sale of liquor and gutka banned in Dodgam of Tharad

આદેશ / હવેથી ગુજરાતના આ ગામમાં દારૂ વેચતા પકડાયા તો 51,000 દંડ, ગુટકા કે તમાકુ વેચનાર પણ સાવધાન

Malay

Last Updated: 12:12 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદના ડોડગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવવાયો છે. જો કોઈ વ્યક્તિ ગામમાં ગુટકા અને તમાકુ વેચાણ કરશે તો તેને 11 હજાર રૂપિયાનો દંડ ગ્રામપંચાયત દ્વારા ફટકારવામાં આવશે.

  • બનાસકાંઠાની ડોડગામ ગ્રામપંચાયતની પહેલ
  • ગામમાં નથી જોઈતું દારૂ અને ગુટકાનું દૂષણ
  • દારૂ અને ગુટકા માટે દંડ નક્કી કરાયો

સમાજમાં આજકાલ દરેક વિસ્તારોમાં યુવાનો જાણે વ્યસનના રવાડે ચડી રહ્યા છે. સિગારેટ તથા ગુટખાનું સેવન કરવામાં યુવાધન જરાય ખચકાટ અનુભવતા નથી. આવા સંજોગોમાં દુકાનદારો વયમર્યાદાના પોસ્ટર લગાવીને કમાણીની લાઇનમાં સગીર વયના યુવાનોને પણ નિ:સંકોચ પણે સિગારેટ ગુટખા આપી દેતા હોય છે. ત્યારે થરાદના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. 

દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ 
ગ્રામ પંચાયત દ્વારા ડોડગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધ લગાવવા સાથે દારૂ અને ગુટકા માટે દંડ પણ નક્કી કરાયો છે. જો કોઇ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરતા પકડાશે તો તેની પાસેથી 51,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સાથે જ જો કોઈ દારૂ લઈ જતાં પકડાશે તો 5100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. 

વેચાણ કરનારાને ફટકારાશે દંડ
થરાદના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા દારૂ પીનારા વ્યક્તિને પોલીસમાં સોંપવાનો અને જામીન ન આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુટકા અને તમાકુ વેચાણ કરનારાને 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. શાળા છૂટવા કે શરૂ થવા સમયે શાળા પાસે ઉભા રહેતા છોકરાઓને પણ 1 હજાર 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગ્રામપંચાયત દ્વારા દંડમાં મળતી રકમ ગૌશાળામાં વાપરવાનો નિર્ણય લેવાયો છે. 1 માર્ચથી તમામ નિયમનો અમલ કરવામાં આવશે.

આ સરકારે કરી મોટી જાહેરાત, હવે આ રાજ્યમાં પણ પાન-મસાલા પર પ્રતિબંધ | Pan  Masala ban in Rajasthan
પ્રતિકાત્મક તસવીર

સિધોતરા ગામે મહિલાઓએ યોજી હતી વ્યસન મુક્તિ રેલી
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા થરાદના સિધોતરા ગામની મહિલાઓ બાળકો સહિત યુવા વર્ગ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરી દારૂ નહિ પીવાનો સંદેશો ગામલોકોને પાઠવ્યો હતો. મહિલાઓ તેમજ યુવા વર્ગ દ્વારા ગામમાં દારૂ નહિ વેચવા તેમજ દારૂ નહિ પીવાના સંદેશ સાથે હાથમાં પોસ્ટરો લઈને નારા બોલાવ્યા હતા. મહિલાઓ અને યુવાઓએ ગામના જાહેર રસ્તાઓમાં નારા બોલાવી ગામલોકોને સંદેશો પાઠવવા રેલી યોજી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ