બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / rupee reaches record all time low

બિઝનેસ / પાંચ જ દિવસમાં બીજી વાર ડોલર સામે ઑલ ટાઈમ લૉ પર પહોંચ્યો રૂપિયો: બિઝનેસથી લઈને વિદેશમાં એજ્યુકેશન પર પડશે અસર

Manisha Jogi

Last Updated: 09:24 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપિયો ઓલ ટાઈમ લૉ પર પહોંચી ગયો છે. રૂપિયો 20 નવેમ્બરના રોજ ડોલરની સરખામણીએ 9 પૈસા ગગડી જતા 83.35ના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

  • રૂપિયો ઓલ ટાઈમ લૉ પર પહોંચી ગયો
  • રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો
  • બિઝનેસથી લઈને એજ્યુકેશન પર થશે અસર

રૂપિયો ઓલ ટાઈમ લૉ પર પહોંચી ગયો છે. શુક્રવારે અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયા 4 પૈસા ગગડી જતા રૂપિયો પ્રતિ ડોલરે 83.38 પર સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. રૂપિયો 20 નવેમ્બરના રોજ ડોલરની સરખામણીએ 9 પૈસા ગગડી જતા 83.35ના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. 

વિદેશી ફંડ દેશની બહાર જવાને કારણે રૂપિયા પર પ્રેશર આવી ગયું છે. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં પ્રતિ ડોલરે રૂપિયો 83.34ના સ્તરે ખુલ્યો હતો અને ટ્રેડના અંતમાં પ્રતિ ડોલરે રૂપિયા 83.38 પર બંધ થયો. ગુરુવારે પ્રતિ ડોલરે રૂપિયો 83.33 પર બંધ થયો હતો.

આયાત મોંઘી થશે
રૂપિયો ગગડી જવાને કારણે આયાત મોંઘી થઈ રહી છે, અમેરિકામાં હરવું ફરવું મોંઘુ થઈ ગયું છે. ડોલરની સરખામણીએ રૂપિયાની વેલ્યૂ 50 રૂપિયા હતી ત્યારે અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળતો હતો. 1 ડોલર માટે વિદ્યાર્થીઓએ 83.38 રૂપિયા ખર્ચવા પડશે. 

રૂપિયો 1.4% નબળો પડી ગયો
રૂપિયો નવેમ્બરમાં 0.1% નબળો પડી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂપિયો 1.4% નબળો પડી ગયો છે. હાલના કેલેન્ડર વર્ષમાં રૂપિયો 0.7% નબળો પડી ગયો છે. મજબૂત વિદેશી પ્રવાહની મદદથી ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા 6 મહિનામાં રૂપિયો 0.16% સુધી ઉપર આવ્યો છે. 

ડોલર ઈન્ડેક્ષમાં ઘટાડો
6 પ્રમુખ  મુદ્રાની સરખામણીએ અમેરિકી ડોલરની સ્થિતિ દર્શાવનાર ડોલર ઈન્ડેક્ષ 0.42%ના ઘટાડા સાથે 103.48 પર પહોંચી ગયો છે. આ ડોલર ઈન્ડેક્ષ 104.16 પરથી 103.48 પર આવી ગયો છે. બ્રેંટ ક્રૂડ ઓઈલ ફ્યૂચર્સનો ભાવ 0.66%ની તેજી સાથે પ્રતિ બેરલે ડોલર 81.14 પર રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ