બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit, Kohli faded against Pakistan but Hardik Pandya took over

Asia Cup 2023 / IND VS PAK : પાકિસ્તાન સામે રોહિત, કોહલી ફિક્કા પડ્યા પણ હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી, તૂટ્યો વર્ષો જૂનો રેકોર્ડ

Priyakant

Last Updated: 10:57 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 News: પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાનું પ્રદર્શન જોવા મળ્યું

  • પાકિસ્તાન અને ભારતની મેચમાં બંનેને એક-એક પોઈન્ટ મળ્યા 
  • IND VS PAK મેચમાં હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી 
  • ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાનું પ્રદર્શન વચ્ચે તૂટયો આ રેકોર્ડ 

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ રમાયેલી શાનદાર મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી. પલ્લેકલેમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે પરંતુ સતત વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સમાં એક પણ બોલ ફેંકાયો ન હતો. પરિણામે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. નોંધનીય છે કે, ભારત તેની છેલ્લી ગ્રુપ મેચ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમશે.

ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાનું પ્રદર્શન 
પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાનું પ્રદર્શન જોવા મળ્યું હતું. હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 82 રન બનાવ્યા હતા. ઈશાને 81 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા.

ઈશાન અને હાર્દિકે તોડ્યો18 વર્ષ જૂનો રેકોર્ડ 
ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામેની ODI મેચમાં ભારત માટે પાંચમી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. હાર્દિક-ઈશાને રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફનો રેકોર્ડ તોડ્યો. નોંધનીય છે કે, દ્રવિડ-કૈફની જોડીએ 2005માં કાનપુર વનડેમાં પાંચમી વિકેટ માટે 135 રન જોડ્યા હતા. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડેમાં પાંચમી કે નીચી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી હતી. આ મામલામાં ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદની જોડી નંબર વન પર છે. ઈમરાન-મિયાંદાદે વર્ષ 1987માં નાગપુર વનડેમાં 142 રન જોડ્યા હતા. આ સાથે એશિયા કપના ODI ફોર્મેટમાં પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી હતી.

ભારત-પાક ODIમાં 5મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી:

  • 142- ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ, નાગપુર 1987
  • 138- ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા, પલ્લેકેલે 2023
  • 135- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, કાનપુર 2005 અને ડી
  • મોહમ્મદ 132*- કૈફ, લાહોર 2004
  • 125*- એમએસ ધોની અને રવિચંદ્રન અશ્વિન, ચેન્નાઈ 2012

એશિયા કપ (ODI)માં 5મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી:

  • 214- બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદ (PAK), મુલતાન 2023
  • 164- અસગર અફઘાન અને સમીઉલ્લાહ શિનવારી (AFG), ફતુલ્લાહ 2014
  • 138- ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા (IND) , પલ્લેકેલે 2023
  • 137- શાહિદ આફ્રિદી અને ઉમર અકમલ (PAK), દાંબુલા 2010
  • 133- રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ (IND), દાંબુલા 2004

ઈશાન કિશને ધોનીને માત આપી  
ઇશાન કિશન એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન બન્યો. ઈશાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ મૂકી દીધો છે. MS ધોનીએ કરાચીમાં 2008 એશિયા કપમાં પાકિસ્તાન સામે 76 રન બનાવ્યા હતા. ઈશાને સતત ચોથી વનડે ઈનિંગમાં અડધી સદી ફટકારી છે.

એશિયા કપમાં PAK સામે શ્રેષ્ઠ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ)

  • ઈશાન કિશન - 82 રન, પલ્લેકેલે 2023
  • એમએસ ધોની - 76 રન, કરાચી 2006
  • સુરિન્દર ખન્ના - 56 રન, શારજાહ 1984
  • એમએસ ધોની - 56 રન, દામ્બુલા 2010

ODIમાં PAK સામે શ્રેષ્ઠ સ્કોર (ભારતીય વિકેટ-કીપર્સ)

  • 148 - એમએસ ધોની, વિશાખાપટ્ટનમ 2005
  • 113 - એમએસ ધોની, ચેન્નાઈ 2012
  • 99 - રાહુલ દ્રવિડ, કરાચી 2004
  • 82 - ઈશાન કિશન, પલ્લેકલ 2023
  • 77* - 02 એમએસ ધોની
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ