બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rizwan broke Virat Kohli's world record, defeated Babar too, amazing examples

સ્પોર્ટસ / રિઝવાને તોડ્યો વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ, બાબરને પણ પછાડ્યો, દેવાશે દાખલો

Published By: Vishal Dave

Last Updated: 07:24 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 વર્ષના રિઝવાને આ મેચમાં 45 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિઝવાને 19મો રન પૂરો કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રિઝવાને આ સિદ્ધિ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝની બીજી T20 મેચમાં હાંસલ કરી હતી. 31 વર્ષના રિઝવાને આ મેચમાં 45 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિઝવાને 19મો રન પૂરો કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. રિઝવાનની શાનદાર ઇનિંગના આધારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ દ્વારા આપેલા 91 રનના લક્ષ્યાંકને 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

79મી T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં 3000 રનનો આંકડો પાર કર્યો

મોહમ્મદ રિઝવાને 79મી T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં 3000 રનનો આંકડો પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના રેકોર્ડ તોડી નાખ્યા હતા. બાબર અને વિરાટે એસ સરખી  81 ઇનિંગ્સમાં 3000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા હતા. રિઝવાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર એકંદરે આઠમો બેટ્સમેન છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે જેણે 117 મેચમાં 4,037 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ IPLની ખૂંખાર ટીમ: દર આઠ બોલ પર બેટર મારી રહ્યો છે છગ્ગો, જુઓ લિસ્ટમાં કઈ ટીમ કેટલે

5 મેચોની શ્રેણીમાં પાકિસ્તાન 1-0થી આગળ છે

પાકિસ્તાને 5 મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની પ્રથમ T20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ T20 મેચમાં માત્ર 2 બોલ ફેંકાયા હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. રાવલપિંડી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક શાનદાર રેકોર્ડ બન્યો હતો. આ મેચમાં બેટ્સમેનો બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા હતા પરંતુ તેમના બેટથી રન બનાવ્યા ન હતા. જે બે રન બનાવ્યા હતા તે બાય હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી મેચ હતી જેમાં બેટ્સમેનના બેટમાંથી એક પણ રન આવ્યો ન હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

3000 Runs New Zealand Virat Kohli babar azam fastest batsman mohammad rizwan t20 international cricket sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ