બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant viral video ipl 2023 created a buzz it is time for a comeback

હવે વાર નહીં / VIDEO : 'રમવા આવી રહ્યો છું', સાજા થવાની વચ્ચે વાયરલ થયો ઋષભ પંતનો વીડિયો, ચાહકો બોલી ઉઠ્યાં 'લે આવું'

Hiralal

Last Updated: 05:54 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં અકસ્માતની ઈજામાંથી સાજા થઈ રહેલા ટીમ ઈન્ડીયાના સ્ટાર ઋષભ પંતનો એક વીડિયો વાયરલ થયો છે.

  • ઋષભ પંત અકસ્માત ઈજામાંથી થઈ રહ્યો છે સાજો
  • આઈપીએલમાં રમી શકે છે
  • ટ્વિટ કરીને કર્યું મોટું એલાન
  • રમવા આવી રહ્યો છું 

આઈપીએલ 2023 પહેલા ઋષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ઋષભ પંત કહેતો જોવા મળી રહ્યો છે કે 'હું રમવા આવી રહ્યો છું...'. 

પ્રમોશનલ વીડિયો છે 
ઋષભ પંતનો વાયરલ થઈ રહેલો વીડિયો એક પ્રમોશનલ વીડિયો છે અને પંત ક્રિકેટના મેદાન પર પરત ફરી રહ્યો નથી, પરંતુ અકસ્માત બાદ તેની આ ઝલક જોઇને ફેન્સ ઘણા ખુશ છે. સર્જરી બાદ પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને આશા રાખવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન પર ફરી એકવાર ફેન્સનું મનોરંજન કરતો જોવા મળશે. 

ક્રિકેટ અને ભોજન વગર નથી રહી શકતો 
વાયરલ વીડિયોમાં પંત એમ કહેતો જોવા મળી રહ્યો છે કે, 'હું બે વસ્તુ વગર રહી શકતો નથી... ક્રિકેટ અને ભોજન. હવે છેલ્લા બે મહિનામાં હું ક્રિકેટ રમી શક્યો નહતો, પણ ડૉક્ટરે મને કહ્યું હતું કે સાજા થવા માટે સારું ખાવાનું. પછી ધીરે ધીરે દરેક જણ તેમની પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયું કારણ કે ક્રિકેટની સિઝન શરૂ થવાની હતી. પછી મેં વિચાર્યું કે દરેક જણ રમી રહ્યું છે, તો મારે શા માટે ન રમવું જોઈએ... એવું લાગે છે કે હું હજી પણ ગેમમાં છું ... હું રમવા આવી રહ્યો છું. આ વીડિયો પોસ્ટ કરતી વખતે પંતે લખ્યું, 'હવે પાછા આવવાનો સમય આવી ગયો છે. 

ડિસેમ્બર 2022ના અંતમાં નડ્યો હતો અકસ્માત 
ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય સ્ટાર વિકેટકિપર-બેટ્સમેનને ડિસેમ્બરના અંતમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેની કાર ખોવાઇ ગઇ હતી, પરંતુ સારા નસીબના કારણે પંત બચી ગયો હતો.  તે ભયાનક અકસ્માત બાદ પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તે આઇપીએલની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમવાનો નથી. તેના રિપ્લેસમેન્ટ તરીકે અભિષેક પોરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે કેપ્ટન્સીની જવાબદારી ડેવિડ વોર્નરને સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ