બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / reports of the samples of Shrikhand and Mawa Malai ice cream taken by the health system in Rajkot in summer

ઝડપ તો જુઓ! / ભરશિયાળે તંત્રને યાદ આવ્યા ઉનાળામાં લીધેલા સેમ્પલ: રાજકોટમાં આઇસક્રીમ-શ્રીખંડ અખાદ્ય હોવાથી હજારોનો દંડ

Kishor

Last Updated: 04:05 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આરોગ્ય તંત્રએ ઉનાળામાં લીધેલા શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રિમના સેમ્પલના રિપોર્ટ હવે છેક આવ્યા છે. જે નમૂના ફેલ થતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે.

  • રાજકોટમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી
  • ઉનાળામાં ખાદ્ય પદાર્થના લીધેલા નમૂનાનો હવે આવ્યો રિપોર્ટ
  • ઉનાળામાં લીધેલા શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રિમના નમૂનાનો રિપોર્ટ હવે આવ્યો

રાજકોટમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ઉનાળા દરમિયાન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા જેના હવે છેક રિપોર્ટ આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ઉનાળામાં શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રિમના નમૂનાઓ લીધા હતા. ત્યારબાદ મહિનાઓ વીત્યા બાદ આજે રિપોર્ટ આવ્યો છે. તેમાં પણ આશ્ચર્ય એ છે કે શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ થઇ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે ત્યારે અત્યાર સુધી આ અખાદ્ય કલરવાળું શ્રીખંડ લોકોએ બેફામ આરોગ્યું એ જવાબદારી કોની?


મરચાનો નમૂનો પણ નિયમ મુજબ નાપાસ થતા 10 હજારનો પેઢીને દંડ

ત્યારબાદ માવા બાદમ આઈસ્ક્રિમમાં નિયત માત્રાનું ફેટ ન હોવાનો ધડાકો થયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે લીધેલો મરચાનો નમૂનો પણ ફેઈલ ગયો છે. જેને પગલે આરોગ્ય વિભાગે મરચાના વેપારીને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. તે જ રીતે નમૂના ફેલ થવા બદલ શ્રીખંડ અને આઈસ્ક્રિમના વિક્રેતાને 15-15 હજારનો દંડ ફટકાર્યા હોવાનું પણ સામેં આવ્યું છે. વધુમાં
 ઉનાળાના નમૂનાનો દંડ ફટકાર્યા બાદ આરોગ્ય વિભાગે હાલ શહેરમાં 30 જેટલા સ્ટોરમાંથી ચીકી અને ફરસાણના નમૂના પણ લીધા હતાં.

લોકોમાં અનેક સવાલો ઉભા થયા

આરોગ્ય તંત્રની આ કામગીરીએ લોકોમા હસ્ય સાથે રોષ ફેલાવ્યો છે. તંત્રની ઝડપી કામગીરીની લોકો ટીકા કરી રહ્યા છે. જેમાં ભરશિયાળે તંત્રને ઉનાળા લીધેલ સેમ્પલની કામગીરીનું શૂરાતન ચડતા લોકોએ 'શું એક રિપોર્ટ તપાસમાં 5થી 6 મહિનાનો સમય જોઈએ'? તેવા અનેક સવાલો ઉભા કર્યા છે.

સળગતા સવાલો?

  • જે દુકાનના નમૂના ફેઈલ થયા તેમાંથી કેટલા લોકોએ ખરીદી કરી હશે?
  • આરોગ્ય વિભાગ જ લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરે છે?
  • શું માત્ર દુકાનદારો પાસેથી દંડ વસૂલવા માટે જ નમૂના લેવામાં આવે છે?
  • શું આરોગ્ય વિભાગને લોકોના આરોગ્ય સાથે કાંઈ લેવાદેવા નથી?
  • શું એક રિપોર્ટ તપાસમાં 5થી 6 મહિનાનો સમય જોઈએ?
  • ત્વરિત રિપોર્ટ આવે તેવા સાધનો કેમ વિકસાવવામાં આવતા નથી?
  • મોડો રિપોર્ટ આવવાથી લોકોનું આરોગ્ય નથી જોખમાતું?
  • ત્વરિત રિપોર્ટ મળવાથી અનેક લોકોનું આરોગ્ય જોખમાતા કેમ અટકાવી ન શકાય?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ