બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Relief from parking rush on riverfront: 7-storey multilevel parking ready

અમદાવાદ / રિવરફ્રન્ટ પર પાર્કિંગની પળોજણમાંથી છૂટકારો: 7 માળનું મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર, 700 ટુ-વ્હીલર, 1 હજાર કાર થઈ શકશે પાર્ક

Vishal Khamar

Last Updated: 11:16 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 7 માળનું મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર છે. જેમાં એક સાથે 700 ટુ વ્હીલર અને 1 હજાર કાર પાર્ક કરી શકાશે. ત્યારે બેઝમેન્ડ પર 170 કાર પાર્ક કરી શકાશે. ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પાર્ક કરવાનાં પ્રતિ 2 કલાક મુજબ ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે.

  • અમદાવાદમાં 7 માળનું મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર
  • 700 ટુ વ્હીલર અને 1 હજાર કાર પાર્ક કરી શકાશે
  • બેઝ મેન્ટ પર 170 કાર પાર્ક કરી શકાશે

 પાર્કિંગની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહેલા અમદાવાદીઓને થોડી રાહત આપતા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદના રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદ મનપા તંત્ર દ્વારા 60 કરોડના ખર્ચે 7 માળનું મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. મલ્ટિલેવલ પાર્કિગમાં 700 ટુ વ્હીલર અને 1 હજાર કાર પાર્ક થઇ શકશે સાથે સાથે અહીં રિવરફ્રન્ટથી સીધુ પાર્કિંગમાં પ્રવેશ માટે ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. મલ્ટિ લેવલ પાર્કિંગમાં ફ્લોરવાઇઝ વાહનોની કેપેસિટ માટે એન્ટ્રી ગેટ પાસે ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ પણ મુકવામાં આવી છે. 

એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ પર સેન્સર સિસ્ટમ લગાવવામાં આવી
મલ્ટિલેવલ પાર્કિગમાં 2 એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ પર સેન્સર સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે સાથે ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. બેઝ મેન્ટ પર 170 કાર પાર્ક થઇ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. SVP હોસ્પિટલના સ્ટાફ અને એમ્બ્યુલન્સ માટે અલગથી પાર્કિંગ ફાળવવામાં આવ્યુ છે. 

C- ફ્લોર પરથી સીધા જ ઇવેન્ટ સેન્ટર કે અટલ બ્રિજ જઇ શકાય માટે સ્કાય વોક બનાવાયો
મલ્ટીલેવલ પાર્કિંગ બનવાથી ઇવેન્ટ સેન્ટર અને રિવરફ્રન્ટ પર જે પણ લોકો આવે છે તેમને પોતાનાં વાહનોના પાર્કિંગની કોઈ સમસ્યા ન નડે અને રોડ ઉપર ટ્રાફિક ન થાય એ માટે તૈયાર કરાયુ છે. C- ફ્લોર પરથી સીધા જ ઇવેન્ટ સેન્ટર કે અટલ બ્રિજ જઇ શકાય માટે સ્કાય વોક બનાવાયો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે. પ્રતિ 2 કલાકના ટૂ-વ્હીલર માટે રૂ.10 અને ફોર-વ્હીલર માટે રૂ.20 ચાર્જ નક્કી કરાયો છે.

 

SVPના સ્ટાફ માટે અલગથી પાર્કિંગ બનાવાયું
SVP હોસ્પિટલના સ્ટાફ માટે અલગથી પાર્કિંગ બનાવાયુ છે, જેના માટે બેઝમેન્ટનો ભાગ હોસ્પિટલ માટે રખાયો છે તેમજ એમ્બ્યુલન્સ પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 જેટલી એમ્બ્યુલન્સ પાર્કિગ વ્યવસ્થા અલગ કરાઈ છે. SVPમાંથી સીધા પાર્કિગમાં આવી શકાય માટે પાછળ રસ્તો બનાવાયો છે. ગર્લ્સ હોસ્ટેલના પાછળના ભાગે બેઝમેન્ટ પાર્કિગ માત્ર SVP હોસ્પિટલ માટે રખાયુ છે.

ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ
મલ્ટીલેવલ પાર્કિગમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ 1400 વાહનો પાર્ક થઈ શકશે. બેઝમેન્ટમાં 170 કારનું પાર્કિગ છે. દરેક માળ તથા એન્ટ્રી પોઇન્ટ પર દરેક માળે કેટલું પાર્કિંગ ખાલી છે એ જાણી શકાય માટે ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ મૂકવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ