બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો આજથી પ્રારંભ થશે
ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો આજથી પ્રારંભ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે શનિવાર-રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ADVERTISEMENT

અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના
ADVERTISEMENT
અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે.રાજ્યમાં હજુ સુધી 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે
જ્યારે રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. આ બાજુ કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ,જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ 50 જળાશયો હાઇ એલર્ટ પર રખાયા છે.
ADVERTISEMENT
Daily Weather Video (Hindi) Dated 22.07.2022
— India Meteorological Department (@Indiametdept) July 22, 2022
Facebook link: https://t.co/GYCZiTcZZM
Youtube link: https://t.co/aNZbGLyUUf
ADVERTISEMENT
દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ
સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.