બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / reasons why sleep disorders are becoming more prevalent know disease

આરોગ્ય / રાત્રે ઊંઘ નથી આવતી, તો સાવધાન! જો-જો ક્યાંક ગંભીર બીમારી તરફ તો ઇશારો નથી થઈ રહ્યો ને?

Arohi

Last Updated: 10:16 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleep Disorders: ઊંઘ ન આવવાની સમસ્યા કોઈ પણ ઉંમર અને ઘણા કારણોથી થઈ શકે છે. જોકે જો આ મુશ્કેલી લાંબા સમય સુધી રહે તો તેને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઊંઘ સાથે જોડાયેલી મુશ્કેલીઓ દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. અમુક સ્થિતિઓમાં તેમાં ગંભીર બીમારીઓના સંકેત પણ મળી જાય છે જેને લઈને તમને ખાસ સાવધાની રાખવાની જરૂર હોય છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે બધી ઉંમરના લોકો માટે જરૂરી છે કે તમે રોજ રાત્રે ઓછામાં ઓછી 6થી 8 કલાકની ઊંઘ લે. જો તમને મોટાભાગે ઊંઘ લેવામાં મુશ્કેલીઓ આવી રહી છે તો આ વિશે સમય રહેતા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. અમુક સ્થિતિઓમાં ઊંઘ ન આવવાની સમસ્યાને ગંભીર રોગોના લક્ષણો તરીકે જોવામાં આવે છે. 

નિષ્ણાંતો અનુસાર બાળકો-યુવાનોમાં ઊંઘ ન આવવાની સમસ્યાના કારણે શારીરિક-માનસિક બન્ને પ્રકારના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. જાણો કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ઊંઘ પ્રભાવિત થઈ શકે છે? 

સ્ટ્રેસ અને ડિપ્રેશન 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊંઘ ન આવવા અને અનિદ્રાનું મોટુ કારણ છે. ઘણા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે બાળકો વૃદ્ધોની જીવનશૈલી, દિનચર્યા, શારીરિક ગતિવિધિઓમાં કમી અને તેમની આસપાસના નકારાત્મક વાતાવરણના કારણે ચિંતામાં વધારો થાય છે. માનસિક સ્વાસ્થ્યની આ સમસ્યાઓના કારણે ઊંઘ ન આવવાની મુશ્કેલી સૌથી પ્રમુખ રીતે જોઈ શકાય છે. સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સમય પર ઉપચાર કરવો જરૂરી છે. 

પાચનની સમસ્યાઓ 
અભ્યાસ અનુસાર પેટ અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરનાર લોકોને સ્વસ્થ્ય લોકોની તુલનામાં ઓછી ઊંઘનો અનુભવ થઈ શકે છે. પાચની સમસ્યા શારીરિક અને માનસિક અસહજતાને વધારે છે. જેનાથી રાત્રે સુવુ મુશ્કેલ થઈ શકે છે. 

આટલું જ નહીં તમારી ઊંઘ જેટલી વધારે પ્રભાવિત રહે છે પાચન સ્વાસ્થ્યની મુશ્કેલીઓના વધવાનો ખતરો તેટલો જ વધારે રહે છે. માટે ઊંઘની સમસ્યાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. 

વધુ વાંચો: ઉનાળાનું સુપરફૂડ છે 'ટેટી', ડિહાઈડ્રેશનથી બચાવવાની સાથે આંખો માટે પણ ફાયદાકારક

ન્યૂરોલોજીકલ સમસ્યા 
ન્યૂરોલોજીકલ સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમ પાછલા ઘણા વર્ષોથી ઝડપથી વધતા જઈ રહ્યા છે. આ ઊંઘ સાથે સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. સ્લીપ એપનિયા, ઓબ્સટ્રેક્ટિવ સ્લીપ એપનિયા, અનિદ્રા અને પેરાસોમનિયા જેવી ન્યૂરોલોજીકલ સ્થિતિઓ ઊંઘની ગુણવત્તામાં મુશ્કેલી ઉભી કરી શકે છે અને તેના લક્ષણોને વધારી શકે છે. ન્યૂરોલોજીકલ સમસ્યાના કારણે ક્વોલિટી ઓફ લાઈફ પર પણ અસર થાય છે માટે સમય રહેતા તેની સારવાર જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ