દુનિયાના બેસ્ટ પ્લેયરમાં સામેલ વિરાટ કોહલીએ એક અઠવાડીયાની અંદર 2 ટીમની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું શા માટે કર્યુ તેના પરથી પરદો ઉઠી ગયો છે.
કોહલીએ કોના કહેવા પર છોડી કપ્તાની
વિરાટની ખુલી ગઇ પોલ
બેટિંગ પર ધ્યાન આપશે વિરાટ કોહલી
કોહલીને લઇને ખુલાસો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટો ખુલાસો થયો છે. તેણે હાલમાં જ ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું તે શા માટે કરી રહ્યો છે તેના પરથી પરદો ઉઠી ગયો છે. કોહલીના ખરાબ પફોર્મન્સના કારણે લોકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કપ્તાની છોડવા માટે કહ્યું. રવિ શાસ્ત્રીએ વિરાટને કપ્તાની છોડી બેટિંગ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે વિરાટ દુનિયાનો ટોપ બેટ્સમેન બન્યો રહે.
2023 પહેલા કપ્તાની છોડવાની હતી ચર્ચા
BCCIના એક અધિકારીએ કહ્યું, કોહલીની કપ્તાની વિશે વાત ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. આ સંકેત આપે છે કે કોહલીને 2023 પહેલા કોઇ પણ સમયે વન ડે કપ્તાની છોડવી પડી શકે છે.
રવિ શાસ્ત્રીએ કોહલી સાથે લગભગ 6 મહિના પહેલા વાત કરી હતી પરંતુ તેણે કોચની વાત નહોતી માની. તે હજી પણ વન ડે મેચમાં નેતૃત્વ કરવા માગે છે એટલે જ તેણે ટી20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે.
કોહલી કેપ્ટન તરીકે આઉટ
ક્રિકેટમાં કોઈ હલચલ થાય તો ભારતમાં છાની ન રહે કારણ કે ક્રિકેટ સાથે દરેક ભારતીયોનો અતૂટ નાતો છે. ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી. વાત એમ છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દેવાની જાહેરાત કરી છે. આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ વિરાટ છોડી દેશે. આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે અને ક્રિકેટરને ભગવાન માનવામાં આવે છે. ત્યારે ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી ખબર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ એલાન કર્યું છે કે તેઓ આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીએ આ અંગે ખાસ એક ચિઠ્ઠી લખીને આખી દુનિયાને જણાવ્યું છે કે વર્કલોડ વધુ હોવાને કારણે તે હવે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ નહીં કરે અને પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપશે.