બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Ratan Tata Threatener identified by mumbai police but will not be charged because of his mental illness

મુંબઈ / 'સાયરસ મિસ્ત્રી જેવાં હાલ...', અંબાણી બાદ હવે રતન ટાટાને ધમકી, આરોપીને દબોચ્યો છતાંય કોઇ એક્શન નહીં, જાણો કારણ

Vaidehi

Last Updated: 06:08 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં દિગ્ગજ ટેક કંપનીનાં માલિક રતન ટાટાને જાનથી મારી દેવાની ધમકી આપનારાનો અતોપતો મુંબઈ પોલીસને મળી ગયો છે.

  • રતન ટાટાને અજ્ઞાત Callerએ આપી હતી ધમકી
  • પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને આપી ધમકી
  • મુંબઈ પોલીસે વ્યક્તિનો મેળવી લીધો અતોપતો

મુંબઈમાં દિગ્ગજો અને બિઝનેસમેને ધમકીઓ મળતી રહે છે. હાલમાં જ મુકેશ અંબાણીને જાનથી મારવાની ધમકી મળી હતી. આ બાદ દેશનાં દિગ્ગજ ટેક કંપની ટાટાનાં માલિક રતન ટાટાને પણ જાનથી મારવાની ધમકી મળી છે. જો કે મુંબઈ પોલીસે આ અજ્ઞાત ધમકી આપનારાની ઓળખ કરી લીધી છે. પણ આ વ્યક્તિ સામે કોઈ લીગલ એક્શન નહીં લેવામાં આવે. 

રતન ટાટાને ધમકીભર્યો ફોનકોલ
અજ્ઞાત વ્યક્તિએ રતન ટાટાને ધમકીભર્યો કોલ કર્યો હતો. કોલમાં વ્યક્તિએ રતન ટાટાને જાનથી મારી દેવાની ધમકી આપી હતી. તેણે કહ્યું કે રતન ટાટાની સુરક્ષામાં વધારો કરી દ્યો નહીંતર તેમનો પણ હાલ સાયરસ મિસ્ત્રી જેવો થઈ જશે. આ કોલ આવ્યાં બાદથી જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં હતી. હવે મુંબઈ પોલીસે આ અજ્ઞાત કોલરની માહિતી મેળવી લીધી છે.

5 દિવસથી ગાયબ હતો કોલર
સૂત્રો અનુસાર જ્યારે કોલર સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો જે બાદ પોલીસે ટેકનિકલ ટીમની અને ટેલીકોમ કંપનીની મદદથી કોલરની માહિતી મેળવી. કોલરની લોકેશન કર્ણાટકમાં બતાવી રહ્યાં હતાં. જ્યારે પોલીસે તેનો અડ્રેસ નિકાળ્યો ત્યારે જાણવા મળ્યું કે કોલર પુણેનો રહેવાસી છે. સૂત્રોએ આગળ દાવો કર્યો કે જે કોલરે કોલ કર્યો હતો તે છેલ્લાં 5 દિવસથી લાપતા છે અને તેની પત્નીએ તેના ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.

સિજોફ્રેનિયાથી પીડિત, નહીં લેવાય લીગલ એક્શન
પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કોલરને સિઝોફ્રેનિયા પણ છે અને તે કોઈને કહ્યાં વગર ઘરથી ફોન લઈને ચાલ્યો ગયો છે. એ જ ફોનથી તેણે મુંબઈ પોલીસનાં કંટ્રોલ નંબર પર કોલ કરીને રતન ટાટાને મારી દેવાની ધમકી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે કોલર માનસિક રૂપે બીમાર છે અને એ જ કારણોસર તેની સામે કોઈ લીગલ એક્શન નથી લેવામાં આવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ