બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rapper KP Swamy of Swaminarayan Gurukul raised slogans of Pakistan Jai

કચ્છ / 'પાકિસ્તાન કી જય..' કચ્છમાં કે.પી સ્વામીએ ભાંગરો વાટ્યો, બફાટનો વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 05:32 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: રાપરમાં સ્વામિનારાયણ ગુરૂકુળના કે.પી.સ્વામીએ પાકિસ્તાન જયના નારા લાગ્યા, તેમના તરફથી તરફથી હજુ સુધી સ્પષ્ટતા કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે

  • કે.પી સ્વામીએ ભાંગરો વાટ્યો
  • ઈ-લોકાર્પણમાં સ્વામીએ પાકિસ્તાનની બોલાવી જય
  • સોશિયલ  મીડિયામાં સ્વામીનો વીડિયો વાયરલ


Kutch News: રાપરમાં પાકિસ્તાન જયના નારા લાગ્યા છે. આ ભૂલ બીજા કોઇએ નહીં પણ સ્વામિનારાયણ ગુરૂકુળના કે.પી.સ્વામીએ કરી છે. PM આવાસ યોજનાના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવીને બફાટ કરી દીધો. કે.પી.સ્વામીએ જે ભાંગરો વાટ્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

અનુયાયીઓમાં પણ અનેક પ્રકારની ચર્ચા
આ બફાટને લઇને કે.પી.સ્વામી કે અન્ય કોઇ તરફથી હજુ સુધી સ્પષ્ટતા કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. અનુયાયીઓમાં પણ અનેક પ્રકારની ચર્ચા છે. જો કે, આ વીડિયો વર્તમાનમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

વાંચવા જેવું: પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત, ગામમાં અરેરાટી

વીડિયો થયો વાયરલ
જે વીડિયોમાં સાંભળી શકાય છે કે, કે પી સ્વામી ભારત માતાની જય બોલાવે છે ત્યારબાદ સનાધન ધર્મની પણ જય બોલાવે છે, સાથો સાથ તેઓ ભગવાન શ્રી રામની પણ જય બોલાવે છે. આ તમામ જયકારા બાદ અંતે તેઓ પાકિસ્તાનની પણ જય બોલાવી દે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

KP Swamy Pakistan Jai Kutch News rapper news કે.પી સ્વામીનો બફાટ કે.પી સ્વામીનો વીડિયો વાયરલ Kutch News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ